Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ReligionUncategorized આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ:118 દિવસ શુભ કાર્યો નહીં થાય, ભગવાન વિષ્ણુ જશે યોગનિદ્રામાં; જાણો શું કરવું અને શું ન કરવું

આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ:118 દિવસ શુભ કાર્યો નહીં થાય, ભગવાન વિષ્ણુ જશે યોગનિદ્રામાં; જાણો શું કરવું અને શું ન કરવું

By Rajshree V July 24, 2026 Religion, Uncategorized
Share:

આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આવતીકાલ એટલે કે 25 જુલાઈ (શનિવાર)ના રોજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોકમાં રાજા બલિના ત્યાં યોગનિદ્રામાં ચાલ્યા જાય છે અને કાર્તિક મહિનાની દેવઉઠની એકાદશી (20 નવેમ્બર 2026)ના રોજ જાગે છે. સૃષ્ટિના પાલનહાર યોગનિદ્રામાં હોવાથી આ ચાર મહિના દરમિયાન લગ્ન, સગાઈ, મુંડન, જનોઈ અને ગૃહપ્રવેશ જેવા તમામ શુભ તથા માંગલિક કાર્યો વર્જિત રહે છે.

વૈદિઅષાઢ સુદ અગિયારસ એટલે દેવશયની એકાદશી.

આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો રાખે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે. આ ચાતુર્માસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે. જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ, અનુષ્ઠાન કરે છે. ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે. જૈન ધર્મના સાધુ-સંતો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે. વિચરણ સંપૂર્ણપણે ટાળે છે.

ચાતુર્માસનું વૈજ્ઞાનિક મહત્ત્વ

ચાતુર્માસમાં મોટાભાગે ચોમાસાની સીઝન હોય છે. આ સમયે વાદળ અને વર્ષાના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નથી આવી શકતો, સૂર્યનો પ્રકાશ ઓછો થવો, દેવતાઓના સૂવાનું જ પ્રતીક છે. આ સમય શરીરની પાચન શક્તિ પણ ઓછી થઈ જાય છે, જેના કારણે શરીર થોડું નબળું પડી જાય છે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ પણ શોધ્યું છે કે ચાતુર્માસમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાઇરસ ઉત્પન્ન થઈ જાય છે.

ચાતુર્માસ દરમિયાન ખાવા-પીવામાં શું બદલાવ લાવવાજોઈએ?

આ દિવસોમાં વરસાદ પડે છે, વાદળોને કારણે સૂર્ય ભગવાન દેખાતા નથી. સૂર્યપ્રકાશની અછતને કારણે આપણું પાચન તંત્ર નબળું પડી જાય છે.

ચાતુર્માસમાં મસાલેદાર ખોરાક પર પ્રતિબંધ છે. એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, જે સરળતાથી પચતી નથી. સંતુલિત ખોરાક લો, જે શરીર માટે સરળતાથી પચી જાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાનું ટાળો. એકવાર પાણી ગરમ કર્યા પછી તેને ઠંડુ કરો, તમે આ પાણી પી શકો છો.

કાચા લીલા પાંદડાવાળા શાકભાજી પણ ન ખાવા જોઈએ. વરસાદ અને સૂર્યપ્રકાશના અભાવે પાંદડાવાળા શાકભાજીમાં જંતુઓ થવાની સંભાવના છે. જો તમે કાચા શાકભાજી ખાશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જો તમે બાફેલા શાકભાજી ખાશો તો સારું રહેશે. શાકભાજી ઉપરાંત કાચા દૂધ, દહીં, છાશનું સેવન પણ ચાતુર્માસમાં ટાળવું જોઈએ. જો તમારે દૂધ પીવું હોય તો તેને ગરમ કર્યા પછી પી શકો છો.

ચાતુર્માસમાં દરરોજ થોડું મધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. વરસાદના દિવસોમાં વાત થવાની શક્યતાઓ છે. આ સ્થિતિમાં જો તમે થોડું મધનું સેવન કરો તો વાત મટાડી શકાય છે. ધ્યાન રાખો કે મધનું વધુ સેવન ન કરો.

ચાતુર્માસનાં વ્રતો અને ફળપ્રાપ્તિ

(1) ચાતુર્માસ વ્રત:- નિત્ય એકટાણું અથવા ઉપવાસ કરવો. બ્રહ્મભોજન કરાવવું. શ્રાવણમાં શાકભાજી, ભાદરવે દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દ્વિદળનો ત્યાગ, નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અક્ષય સુખ આપે છે.

(2) કુચ્છપાદ વ્રત: ત્રણ દિવસના આ વ્રતમાં પ્રથમ દિવસે એકટાણું, બીજા દિવસે અયાચિત રૂપમાં એકટાણું, ત્રીજા દિવસે અહોરાત્ર ઉપવાસ કરવો.

(3) ચાંદ્રાયણ વ્રત: ત્રણ સમય સ્નાન કરવું. પૂનમથી વ્રત કરવું. પૂનમે પંદર ઘટાડતાં એકમે એક મૂઠી અનાજ ખાવું. અમાસે પૂર્ણ ઉપવાસ. એકમે એક મૂઠી એમ વધારતાં પૂનમે પંદર મૂઠી અન્ન જમવું. એક માસ સુધી વ્રત કરવું.

(4) પ્રાજાપત્ય વ્રત: આ બાર દિવસનું વ્રત છે. પ્રથમ ત્રણ દિવસ એકટાણું, પછીના ત્રણ દિવસ રાત્રે એકટાણું, પછીના ત્રણ દિવસ થાળીમાં પીરસાય એટલું જ, પછીના ત્રણ દિવસ પૂર્ણ ઉપવાસ કરવો.

(5) પરાક વ્રત: આ બાર દિવસનું વ્રત હોય છે. વ્રત દરમિયાન માત્ર પાણી જ ગ્રહણ કરી શકાય છે.

(6) અખંડ અગિયારસ: ચાતુર્માસની તમામ એકાદશીએ દિવસે પૂર્ણ ઉપવાસ, સંધ્યાસમયે મીઠા વગરનું ફરાળ- આખી રાત જાગરણ, પ્રભુ નામસ્મરણ કરવું.

Ad