Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › રશિયા સાથે $100 અબજના વેપાર લક્ષ્ય માટે અવરોધો દૂર કરવા એસ. જયશંકરની અપીલ

રશિયા સાથે $100 અબજના વેપાર લક્ષ્ય માટે અવરોધો દૂર કરવા એસ. જયશંકરની અપીલ

By Rajshree V August 24, 2026 World
Share:
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર

મોસ્કો [રશિયા]: મોસ્કોમાં રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન સ્ટર ડેનિસ મંતિરોવ સાથે 27મા ભારત-રશિયા આંતર-સરકારી કમિશન (IRIGC-TEC) ને સંબોધતા ભારતના વિદેશ મંત્રી જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વધતા જતા વેપાર અસંતુલનનો ઉકેલ લાવવો એ હવે “અમારી મુખ્ય પ્રાથમિકતામાંથી  એક” છે.

એસ. જયશંકરે સોમવારે બિન-ટેરિફ અવરોધો દૂર કરવા, રાષ્ટ્રીય ચુકવણી પ્રણાલીઓને મજબૂત કરવા અને મુક્ત વેપાર સમજૂતી (FTA) ને ઝડપથી આખરી ઓપ આપવા સહિતના નિર્ણાયક પગલાં લેવા માટે આહ્વાન કર્યું હતું, જેથી 2030 સુધીમાં ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 100 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડી શકાય.

જયશંકરે નોંધ્યું કે જ્યારે વસ્તુઓમાં દ્વિપક્ષીય વેપાર 2021-22 માં લગભગ 13 અબજ ડોલરથી વધીને 2023-24 માં લગભગ 60 અબજ ડોલરથી ચાર ગણાથી વધુ વધતા એક જંગી અસંતુલન પણ સર્જાયું છે.

તેમણે કહ્યું, “છેલ્લા પાંચ વર્ષોમાં, વસ્તુઓમાં દ્વિપક્ષીય વેપાર 2021-22 માં લગભગ 13 અબજ યુએસ ડોલરથી વધીને 2023-24 માં લગભગ 60 અબજ યુએસ ડોલર થયો છે. આ અમારી ભાગીદારીની વિશાળ ક્ષમતા દર્શાવે છે. જોકે, વેપારના આ ઝડપી વિસ્તરણની સાથે વેપાર અસંતુલનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે 6.6 અબજથી વધીને 50 અબજ યુએસ ડોલરથી વધુ થઈ ગયો છે.”

તેમણે ઉમેર્યું, “માર્કેટ એક્સેસમાં પ્રગતિ, ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને દૂર કરવા, પેમેન્ટ મિકેનિઝમ્સને મજબૂત કરવા અને મજબૂત બિઝનેસ-ટુ-બિઝનેસ જોડાણ આ અસંતુલનને ઉકેલવા અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં 100 અબજ યુએસ ડોલરના આપણા સંયુક્ત ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.” જયશંકરે ભારત-યુરેશિયન ઇકોનોમિક યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે ચાલી રહેલી ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો હતો અને ઉર્જા, પરમાણુ ઉર્જા, મેટલર્જી, સ્પેસ, રેલ્વે, ખાતર, કૌશલ્ય ગતિશીલતા (skill mobility) અને કનેક્ટિવિટી ક્ષેત્રે વ્યાપક સહયોગનો ઉલ્લેખ કર્યો હતો.

આર્થિક ભાગીદારીના આગામી તબક્કાને સંસ્થાકીય રૂપ આપવા માટે, વિદેશ મંત્રીએ કમિશનના કાર્યકારી જૂથો માટે ત્રણ વિશિષ્ટ પ્રસ્તાવો રજૂ કર્યા હતા:-

પરિણામોને પ્રાથમિકતા: આગામી સત્ર પહેલાં નક્કર પરિણામો પ્રાપ્ત કરવાને પ્રાથમિકતા આપવી.

ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ: ખાનગી ક્ષેત્રની જરૂરિયાતો સાથે તાલમેલ મજબૂત કરવો.

નવા માર્ગોની શોધ: આર્થિક સંબંધોને જોખમમુક્ત (de-risk) કરવા અને વૈવિધ્યસભર બનાવવા માટે સતત નવા માર્ગો શોધવા

    જયશંકરે જણાવ્યું હતું કે, “આગળ જતાં, આપણા પ્રયાસોની અસરકારકતાને આપણે આપેલા પરિણામો દ્વારા માપવી જોઈએ. અને સમસ્યાના ઉકેલમાં સક્રિયપણે જોડાવું જોઈએ.”

    બીજું, તેમણે ખાનગી ક્ષેત્ર સાથે ઊંડા જોડાણ માટે આહ્વાન કરતા કહ્યું, “સરકારો અનુકૂળ માળખું બનાવી શકે છે, પરંતુ તે આપણા વ્યવસાયો છે જે વેપાર કરે છે, રોકાણ કરે છે, નવીનતા લાવે છે અને નોકરીઓનું સર્જન કરે છે. તેથી અમારી સંસ્થાકીય પદ્ધતિઓ ઉદ્યોગની પ્રાથમિકતાઓ સાથે નજીકથી જોડાયેલી રહેવી જોઈએ.”

    ત્રીજું, તેમણે નવી શક્યતાઓ શોધવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા કહ્યું, “જટિલ આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય  સતત નવા વિચારો લાવશે કારણ કે આપણે બધા જોખમ ઘટાડવા અને વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

    આ પહેલાં જયશંકરે ક્રેમલિનમાં રશિયાના  પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. પુતિને ભારત-રશિયા આંતર-સરકારી કમિશન હેઠળ ચાલી રહેલી ચર્ચાઓની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખૂબ મહેનત કરી છે.

    ભારત-રશિયા આંતર-સરકારી કમિશન (IRIGC) ના બે વિભાગો છે :-

    • IRIGC-TEC: વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, ટેકનિક અને સાંસ્કૃતિક સહયોગ (જેની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રશિયાના પ્રથમ નાયબ મુખ્ય પ્રધાન ડેનિસ મંતિરોવ કરે છે)
    • IRIGC-M&MTC: લશ્કરી અને સૈન્ય-તકનીકી સહયોગ (જેની આગેવાની બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ કરે છે).
    Ad