Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › બાંગ્લાદેશમાં વીજ કટોકટી વચ્ચે ભારત પાસે મદદ માગવામાં આવી

બાંગ્લાદેશમાં વીજ કટોકટી વચ્ચે ભારત પાસે મદદ માગવામાં આવી

By Ramesh Parmar August 13, 2026 World
Share:

ડીઝલની અછત અને રાત્રે ૮ વાગ્યા પછી માર્કેટો બંધ

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ક્યારેય ન જોઈ હોય તેવી અભૂતપૂર્વ અને ભયાનક વીજ કટોકટીનો સામનો કરી રહ્યો છે. ઈંધણની તીવ્ર અછત અને આર્થિક કટોકટી વચ્ચે દેશમાં વીજળી બચાવવા માટે સરકારે તમામ શોપિંગ મોલ્સ, માર્કેટ્સ અને ઉદ્યોગોને રાત્રે ૮ વાગ્યા પછી ફરજિયાત બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા બાંગ્લાદેશે ભારત પાસે મદદ માગી છે, જેના જવાબમાં ભારતે તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો અને ઉધાર ડીઝલ પૂરું પાડીને મોટી રાહત આપી છે.

ડીઝલની અછત અને ભારતે લંબાવ્યો મદદનો હાથ
બાંગ્લાદેશમાં વીજ કટોકટીના મૂળમાં ડીઝલની ભારે અછત છે, કારણ કે તેના મોટાભાગના વિદ્યુત મથકો ડીઝલથી જ ચાલે છે. દેશમાં ૯૦ ટકા તેલ અને ૩૦ ટકા ગેસ આયાત કરવામાં આવે છે. વિદેશી હૂંડિયામણની અછત અને નાણાકીય કટોકટી વચ્ચે બાંગ્લાદેશ પાસે પૂરતા નાણાં ન હોવાથી ભારતે માનવતાના ધોરણે ઉધાર ડીઝલ પહોંચાડવાનું શરૂ કર્યું છે, જે હાલ બાંગ્લાદેશ માટે જીવાદોરી સમાન બન્યું છે.

૧૮,૦૦૦ મેગાવોટ માંગ સામે માત્ર ૧૩,૦૦૦ મેગાવોટ ઉત્પાદન
બાંગ્લાદેશને હાલ દૈનિક આશરે ૧૮,૦૦૦ મેગાવોટ વીજળીની જરૂરિયાત છે, પરંતુ તેની સામે માત્ર ૧૩,૦૦૦ મેગાવોટ વીજળીનું જ ઉત્પાદન થઈ રહ્યું છે. સતત થઈ રહેલા કલાકોના લોડશેડિંગના કારણે લોકોની સહનશક્તિ ખૂટી ગઈ છે. હતાશ અને ક્રોધે ભરાયેલા નાગરિકો હવે વીજ ઉત્પાદન કેન્દ્રો (પાવર હાઉસ) પર હુમલા કરી રહ્યા છે.

જનતાનો આક્રોશ: આગજની, લૂંટફાટ અને પોલીસ સુરક્ષા
સ્થિતિ એટલી હદે વણસી છે કે સિંદપુર, નીલકુમારી અને કુશીયા જેવા વિસ્તારોમાં લોકો લૂંટફાટ અને આગજની પર ઉતરી આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં પાવર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પર હુમલા પણ કરવામાં આવ્યા છે. વિદ્યુત મથકો અને સરકારી સંપત્તિના રક્ષણ માટે બાંગ્લાદેશ વિદ્યુત એસોસિએશને પોલીસ અને સુરક્ષાદળોની મદદ લેવી પડી છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભારત દ્વારા આપવામાં આવી રહેલી વીજળી અને ડીઝલની મદદ જ આ વિકટ પરિસ્થિતિમાં બાંગ્લાદેશને સંપૂર્ણ અંધકારમાં ડૂબતાં બચાવી રહી છે.

Ad