Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home Uncategorized ભારતીચ મહિલા ટીમ ઇન્ડિયા વિજેતા બની લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો:આ સિધ્ધિ મેળવનારી પ્રથમ મહિલા ક્રિકેટર્સ

ભારતીચ મહિલા ટીમ ઇન્ડિયા વિજેતા બની લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો:આ સિધ્ધિ મેળવનારી પ્રથમ મહિલા ક્રિકેટર્સ

By Rajshree V July 13, 2026 Uncategorized
Share:

ઇંગ્લેન્ડ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાંઇંગ્લૅન્ડને 270 રનથી કારમી હાર આપીને ઇતિહાસ રચી દીધો છે. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટનાઇતિહાસમાં લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચ જીતનારી ભારત વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની ગઈ છેચોથા દિવસે ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લૅન્ડની આખી ટીમને બીજી ઇનિંગમાં 186 રન પર ઓલઆઉટ કરી દીધી હતી

ચોથા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ

મેચના ચોથા દિવસે ઇંગ્લૅન્ડની ટીમે તેના ત્રીજા દિવસના સ્કોર 130/6થી આગળ રમવાનું શરૂ કર્યુંહતુંજોકેદિવસની શરૂઆતમાં  સ્નેહ રાણાએ લાંબા સમયથી ક્રિઝ પર ટકેલી એમી જોન્સને 54 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ઇંગ્લૅન્ડને સાતમો ઝટકો આપ્યો હતોત્યારબાદ દીપ્તિશર્માએ ઈસ્સી વોંગને માત્ર 1 રન પર આઉટ કરીને ઇંગ્લૅન્ડની મુશ્કેલીઓ વધારી દીધી હતીઇંગ્લૅન્ડની આખી ટીમ બીજી ઇનિંગમાં 186 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ભારત તરફથી રનનો પહાડ અને 457 રનનો લક્ષ્યાંક

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 285 રન બનાવ્યા હતાજેમાં સ્મૃતિ મંધાનાએ 83, કૅપ્ટન હરમનપ્રીત કૌરે 58 અને દીપ્તિ શર્માએ 57 રનની અડધી સદીનીઇનિંગ્સ રમી હતીઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ માત્ર 170 રનમાં સમેટાઈ ગઈ હતીજેના કારણે ભારતને115 રનની મોટી લીડ મળી હતી.

યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રન

બીજી ઇનિંગમાં યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રનના શતક અને સ્મૃતિ મંધાનાના 70 રન તેમજઋચા ઘોષની અડધી સદીના દમ પર ભારતે 7 વિકેટે 341 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અનેઇંગ્લૅન્ડ સામે 457 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો

ઓનર્સ બોર્ડ પર ભારતની બે ખેલાડીનું નામ

 ઐતિહાસિક મેચમાં ભારતની બે ખેલાડીઓએ લોર્ડ્સના પ્રખ્યાત ‘ઓનર્સ બોર્ડ‘ પર પોતાનું નામનોંધાવ્યું છેક્રાંતિ ગૌડે ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતીજ્યારેયસ્તિકા ભાટિયાએ બીજી ઇનિંગમાં 113 રનની શાનદાર સદી ફટકારી હતી.

ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો

 સાથે  તેઓ લોર્ડ્સના મેદાન પર  સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર્સ બની ગઈછેઇંગ્લૅન્ડ તરફથી પણ સોફી એક્લેસ્ટોને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને પોતાનું નામ ઓનર્સબોર્ડ પર નોંધાવ્યું હતું.

Ad