Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Gujarat›Uncategorized › Modasaથી ચોરાઉ મોબાઈલના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ, 4 આરોપીઓની કરી ધરપકડ

Modasaથી ચોરાઉ મોબાઈલના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ, 4 આરોપીઓની કરી ધરપકડ

By Rajshree V August 10, 2026 Gujarat, Uncategorized
Share:

અરવલ્લી જિલ્લા LCB પોલીસે મોડાસામાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરીને 46 ચોરાઉ મોબાઈલ સહિત રૂ. 9.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અરવલ્લી એલસીબી પોલીસે મોડાસાના માર્કેટ યાર્ડ ગેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાન પર દરોડો પાડીને ચોરાઉ મોબાઈલ વેચવાના અને તેના આઈડી સાથે છેડછાડ કરવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થળોએથી સ્નેચિંગ કે ચોરી થયેલા મોબાઈલ મોડાસા લાવવામાં આવતા હતા. અહીં સોફ્ટવેરની મદદથી મોબાઈલના લોક અનલોક કરીને તેના મૂળ IMEI નંબર બદલી નાખવામાં આવતા હતા. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ચોરાઉ મોબાઈલના સ્પેરપાર્ટ્સ અન્ય ફોનમાં વાપરીને અથવા સેકન્ડ હેન્ડ તરીકે ગેરકાયદેસર વેચવામાં આવતા હતા.

46 મોબાઈલ સહિત રૂ.9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

એલસીબીની ટીમે દરોડા દરમિયાન મોડાસાની દુકાનમાંથી 40 મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા હતા, જ્યારે ઝડપાયેલા 4 આરોપીઓની અંગઝડતીમાંથી વધુ 6 મોબાઈલ મળી આવ્યા હતા. આમ પોલીસે કુલ 46 કિંમતી ચોરાઉ મોબાઈલ, લેપટોપ, સોફ્ટવેર કનેક્ટિંગ ડિવાઈસ, ચાર્જર અને USB કેબલ મળીને રૂપિયા 9.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય 4 સૂત્રધારોની ધરપકડ કરી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આંતરરાષ્ટ્રીય કનેક્શન અને CEIR પોર્ટલથી તપાસ તેજ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ચોરાઉ ફોન માત્ર ગુજરાત કે અન્ય રાજ્યોમાં જ નહીં, પરંતુ સરહદ પાર અન્ય દેશોમાં પણ મોકલવામાં આવતા હતા. જેના કારણે આ રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારના ‘સંચાર સાથી’ એપ્લિકેશન અને CEIR પોર્ટલની મદદથી કબ્જે કરાયેલા મોબાઈલના મૂળ માલિકોની ઓળખ કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ મામલે સાયબર પોલીસ સ્ટેશન મોડાસા-અરવલ્લી ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Ad