ભારતીચ મહિલા ટીમ ઇન્ડિયા વિજેતા બની લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો:આ સિધ્ધિ મેળવનારી પ્રથમ મહિલા ક્રિકેટર્સ

ઇંગ્લેન્ડ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાંઇંગ્લૅન્ડને 270 રનથી કારમી હાર આપીને ઇતિહાસ રચી દીધો છે. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટનાઇતિહાસમાં લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચ જીતનારી ભારત વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની ગઈ છે. ચોથા દિવસે ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લૅન્ડની આખી ટીમને બીજી ઇનિંગમાં 186 રન પર ઓલઆઉટ કરી દીધી હતી
ચોથા દિવસે ભારતીય બોલર્સનો તરખાટ
મેચના ચોથા દિવસે ઇંગ્લૅન્ડની ટીમે તેના ત્રીજા દિવસના સ્કોર 130/6થી આગળ રમવાનું શરૂ કર્યુંહતું. જોકે, દિવસની શરૂઆતમાં જ સ્નેહ રાણાએ લાંબા સમયથી ક્રિઝ પર ટકેલી એમી જોન્સને 54 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ઇંગ્લૅન્ડને સાતમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ દીપ્તિશર્માએ ઈસ્સી વોંગને માત્ર 1 રન પર આઉટ કરીને ઇંગ્લૅન્ડની મુશ્કેલીઓ વધારી દીધી હતી. ઇંગ્લૅન્ડની આખી ટીમ બીજી ઇનિંગમાં 186 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ભારત તરફથી રનનો પહાડ અને 457 રનનો લક્ષ્યાંક
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 285 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ 83, કૅપ્ટન હરમનપ્રીત કૌરે 58 અને દીપ્તિ શર્માએ 57 રનની અડધી સદીનીઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ માત્ર 170 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે ભારતને115 રનની મોટી લીડ મળી હતી.
યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રન
બીજી ઇનિંગમાં યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રનના શતક અને સ્મૃતિ મંધાનાના 70 રન તેમજઋચા ઘોષની અડધી સદીના દમ પર ભારતે 7 વિકેટે 341 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અનેઇંગ્લૅન્ડ સામે 457 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો
ઓનર્સ બોર્ડ પર ભારતની બે ખેલાડીનું નામ
આ ઐતિહાસિક મેચમાં ભારતની બે ખેલાડીઓએ લોર્ડ્સના પ્રખ્યાત ‘ઓનર્સ બોર્ડ‘ પર પોતાનું નામનોંધાવ્યું છે. ક્રાંતિ ગૌડે ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારેયસ્તિકા ભાટિયાએ બીજી ઇનિંગમાં 113 રનની શાનદાર સદી ફટકારી હતી.
ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો
આ સાથે જ તેઓ લોર્ડ્સના મેદાન પર આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર્સ બની ગઈછે. ઇંગ્લૅન્ડ તરફથી પણ સોફી એક્લેસ્ટોને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને પોતાનું નામ ઓનર્સબોર્ડ પર નોંધાવ્યું હતું.

