Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Uncategorized › પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં પાગલ થયો હતો વિદેશી ક્રિકેટર બ્રેટ લી ,ડેટિંગ-અફેર અંગે ચુપ્પી તોડી

પ્રીતિ ઝિન્ટાના પ્રેમમાં પાગલ થયો હતો વિદેશી ક્રિકેટર બ્રેટ લી ,ડેટિંગ-અફેર અંગે ચુપ્પી તોડી

By Rajshree V August 5, 2026 Uncategorized
Share:

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી પંજાબ કિંગ્સ માટે રમતો હતો, ત્યારે તેમની મિત્રતા ગાઢ બની હતી. લીએ પ્રીતિને સમજદાર મહિલા ગણાવી હતી

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લીના અફેરની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. હવે વર્ષો પછી બ્રેટ લીએ આ અંગે મૌન તોડ્યું છે. લીએ સ્પષ્ટતા કરી કે, તેણે ક્યારેય કોઈ બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી નથી. પ્રીતિ અને તે સારા મિત્રો હતા અને આજે પણ છે. 

Brett Lee On Dating Rumours with Preity : શોબિઝ અને ક્રિકેટની દુનિયા વચ્ચે ઘેરો સંબંધ રહ્યો છે. અવારનવાર અનેક હસીનાઓના નામ ક્રિકેટરો સાથે જોડાઈ ચૂક્યા છે. બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાની પણ એક સમયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી સાથે લિંક-અપની ખબરોએ જોર પકડ્યું હતું. હવે વર્ષો પછી બ્રેટ લીએ પ્રીતિ સાથેના અફેરના અહેવાલો પર મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.

વાસ્તવમાં બ્રેટ લીએ પોતાના IPL કરિયરની શરૂઆત પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સથી કરી હતી. ત્યારબાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો બન્યો હતો. બ્રેટ લી જ્યારે પંજાબ કિંગ્સ ટીમનો હિસ્સો હતો, ત્યારે તે ઘણીવાર પ્રીતિ ઝિન્ટા સાથે જોવા મળતો હતો, જેના પછી બંને વચ્ચેના અફેરની અફવાઓ વહેતી થઈ હતી. તે સમયે તેમના બોન્ડિંગની પણ ભારે ચર્ચા થતી હતી.

Ad