પ્રથમ કેશધારી શીખ અમેરિકન તરીકે ચિરાગ વીર સિંહ સરાઓનો યુએસ એર ફોર્સ એકેડમીમાં પ્રવેશ

વોશિંગ્ટન, 14 જુલાઈ: ચિરાગ વીર સિંહ સરાઓ અમેરિકાની પ્રતિષ્ઠિત શીખ અમેરિકન બન્યા છે. અમેરિકન શીખ કાઉન્સિલે આ અંગે માહિતી આપી છે.
સરાઓને 4 એપ્રિલે યુએસ એર ફોર્સ એકેડમીમાં નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ 20 જૂને તેમને પોતાના શીખ ધર્મના પ્રતીકો (Articles of Faith) જાળવી રાખીને સેવા આપી શકે તે માટે ધાર્મિક છૂટછાટ (Religious Accommodation) મંજૂર કરવામાં આવી હતી.
24 જૂને ઇન-પ્રોસેસિંગ ડે (I-Day)ના રોજ તેમણે સત્તાવાર રીતે એકેડમીમાં જોડાયા હતા અને હાલમાં તેઓ છ સપ્તાહની પ્રારંભિક સૈન્ય તાલીમ (બૂટ કેમ્પ) હેઠળ છે.
યુએસ એર ફોર્સ એકેડમીમાં જોડાતા પહેલાં સરાઓને એર ફોર્સ રિઝર્વ ઓફિસર્સ ટ્રેનિંગ કોર્પ્સ (ROTC) અને નેવલ ROTC તરફથી સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળી હતી. ઉપરાંત, તેમને યુનિવર્સિટી ઓફસાઉથર્ન કેલિફોર્નિયા (USC) અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં પણ પ્રવેશ મળ્યો હતો.
અમેરિકન શીખ કાઉન્સિલના જણાવ્યા મુજબ, સરાઓ અભ્યાસમાં ઉત્કૃષ્ટ રહ્યા છે. તેઓ ઈગલ સ્કાઉટ છે, તાયક્વોન્ડોમાં સેકન્ડ-ડિગ્રી બ્લેક બેલ્ટ ધરાવે છે અને સ્કૂલની વર્સિટી વોટર પોલો ટીમના ખેલાડી પણ રહ્યા છે.
કોલોરાડો સ્પ્રિંગ્સ ખાતે આવેલી યુએસ એર ફોર્સ એકેડમી અમેરિકાની પાંચ ફેડરલ સર્વિસ એકેડમીઓમાંની એક છે. અહીં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે લશ્કરી અને નેતૃત્વની તાલીમ આપવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેડેટ્સને યુએસ એર ફોર્સ અથવા યુએસ સ્પેસફોર્સમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે કમિશન આપવામાં આવે છે.

