Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›North America › Miss North Carolina USA : સંપૂર્ણ માહિતીની ચોક્કસ ચકાસણી બાદ બ્રીટનીએ તાજ ગુમાવ્યો

Miss North Carolina USA : સંપૂર્ણ માહિતીની ચોક્કસ ચકાસણી બાદ બ્રીટનીએ તાજ ગુમાવ્યો

By Rajshree V August 7, 2026 North America
Share:

્ે

Getty images

મિસ યુએસએની વિજેતા નવેમ્બરમાં યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે.

માયામી: મિસ નોર્થ કેરોલિના યુએસએનો ખિતાબ જીતનાર 27 વર્ષીય બ્રિટની બોલ્ટિનહાઉસને ખિતાબ પરથી હટાવવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં સામે આવેલી કેટલીક માહિતીની સઘન સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પેજન્ટના આયોજક એ બ્લેઝ પ્રોડક્શન્સે આ માહિતીની વિગતો જાહેર કરી નથી. જોકે, સંસ્થાએ કહ્યું કે બોલ્ટિનહાઉસનો કાર્યકાળ પૂર્ણ કરવાનો નિર્ણય સરળ નહોતો. મિસ યુએસએ સંગઠનના પ્રમુખ થોમ બ્રોડિયરે જણાવ્યું કે સંસ્થા જાતિવાદ, હોમોફોબિયા, ટ્રાન્સફોબિયા તેમજ કોઈપણ વ્યક્તિની ગરિમાને ઠેસ પહોંચાડતી ભાષા કે વર્તન સહન કરતી નથી.

બ્રોડિયરે કહ્યું કે આ મામલો કોઈ એક ઘટનાને લગતો નહોતો, પરંતુ લાંબા સમયગાળાના વર્તન સાથે સંબંધિત હતો. તેમના જણાવ્યા મુજબ બોલ્ટિનહાઉસે માફી માગી છે અને ટૂંક સમયમાં પોતાનું નિવેદન જાહેર કરશે.

બોલ્ટિનહાઉસે જૂનમાં મિસ નોર્થ કેરોલિના યુએસએનો ખિતાબ જીત્યો હતો અને આ મહિનાના અંતમાં મિયામીમાં યોજાનારી 75મી મિસ યુએસએ સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહી હતી. જોકે, બુધવારે તેમને સત્તાવાર રીતે ખિતાબ પરથી હટાવી દેવામાં આવી.

હવે સ્પર્ધાની રનર-અપ માયલા હેડલી મિસ યુએસએમાં નોર્થ કેરોલિનાનું પ્રતિનિધિત્વ કરશે. હેડલીએ કહ્યું કે તે આ જવાબદારી માટે તૈયાર છે અને લાંબા સમયથી મિસ યુએસએમાં નોર્થ કેરોલિનાનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહી હતી.

Ad