Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › US Birthright Citizenship પર ટ્રમ્પના ફરી નવા એક્ઝિ. ઓર્ડર્સ સાથે મર્યાદા લાદવા પ્રયાસ

US Birthright Citizenship પર ટ્રમ્પના ફરી નવા એક્ઝિ. ઓર્ડર્સ સાથે મર્યાદા લાદવા પ્રયાસ

By Rajshree V August 7, 2026 World
Share:

. સુપ્રીમ કોર્ટે તેમના અગાઉના પ્રયાસને ફગાવી દીધા બાદ ટ્રમ્પે ગુરુવારે આ અંગે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા.

એક આદેશમાં એવા બિન-અમેરિકન નાગરિકોની શ્રેણી વધારવામાં આવી છે, જેમનાં અમેરિકામાં જન્મેલા બાળકોને આપમેળે નાગરિકતા ન મળે. બીજા આદેશમાં ‘બર્થ ટૂરિઝમ’ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરાયો છે. બર્થ ટૂરિઝમમાં ગર્ભવતી મહિલાઓ બાળકને અમેરિકન નાગરિકતા મળે તે હેતુથી અમેરિકા આવીને બાળકને જન્મ આપે છે.

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે, “આ વર્ષો પહેલાં થઈ જવું જોઈતું હતું, પરંતુ હવે અમે તેને કરી રહ્યા છીએ.” તેમણે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયની ટીકા કરતાં તેને “ખરાબ અને અન્યાયી નિર્ણય” ગણાવ્યો.

નવા આદેશ મુજબ, અમેરિકામાં જન્મેલા બાળકના બંને માતા-પિતા બિન-નાગરિક હોય અને તેમાંથી એક વિદેશી આતંકવાદી સંગઠનનો સભ્ય, વિદેશી સરકારનો કર્મચારી અથવા છેતરપિંડીથી નાગરિકતા મેળવવાનો પ્રયાસ કરનાર હોય તો બાળકને આપમેળે અમેરિકન નાગરિકતા નહીં મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

વ્હાઇટ હાઉસના નીતિ સલાહકાર સ્ટીફન મિલરે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો પ્રવાસીના બહાને અમેરિકા આવે છે, પરંતુ તેમનો વાસ્તવિક હેતુ બાળકને જન્મ આપી તેને અમેરિકન નાગરિક બનાવવાનો હોય છે.

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના અંદાજ મુજબ, અમેરિકામાં દર વર્ષે બર્થ ટૂરિઝમ હેઠળ આશરે 22,000થી 26,000 બાળકો જન્મે છે. સરકારી આંકડા મુજબ, 2024માં વિદેશી સરનામું ધરાવતી માતાઓથી અમેરિકામાં આશરે 9,600 બાળકોનો જન્મ થયો હતો.

ટ્રમ્પે 2025માં પણ 14મા બંધારણીય સુધારા હેઠળ મળતી જન્મસિદ્ધ નાગરિકતા સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જૂનમાં અમેરિકી સુપ્રીમ કોર્ટે તેમના આ પ્રયાસને ફગાવી દીધો હતો.

કાયદાના નિષ્ણાત ગેબ્રિયલ ચિને જણાવ્યું કે, બાળકને જન્મ આપવા માટે ખાસ હેતુથી અમેરિકા આવતા લોકોને રોકવાની રાષ્ટ્રપતિ પાસે કેટલીક સત્તા હોઈ શકે છે, પરંતુ અમેરિકામાં જન્મેલા બાળકને નાગરિક ન ગણવાનો નિર્ણય રાષ્ટ્રપતિ લઈ શકે કે નહીં તે અંગે ગંભીર બંધારણીય પ્રશ્નો ઊભા થાય છે.

Ad