Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › ટેરિફના ખેલમાં ફસાયા ટ્રમ્પ, ‘સુપ્રીમ’ આદેશ બાદ અમેરિકાએ 100 અબજ ડૉલર પાછા આપવા પડ્યા

ટેરિફના ખેલમાં ફસાયા ટ્રમ્પ, ‘સુપ્રીમ’ આદેશ બાદ અમેરિકાએ 100 અબજ ડૉલર પાછા આપવા પડ્યા

By Rajshree V August 6, 2026 World
Share:
Image:IANS

Tariff Refunds: ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ હવે તેમની પોતાની જ મુશ્કેલીઓ વધારી રહ્યો છે અને અમેરિકા પર ભારે પડી રહ્યો છે. વિતેલા વર્ષના એપ્રિલ મહિનામાં તેમણે વિશ્વના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ ટેરિફ સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને મોટો આંચકો આપ્યો છે.

IEEPA હેઠળનો ટેરિફ ગેરકાયદે જાહેર

સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં અંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ (IEEPA) હેઠળ લાદવામાં આવેલા ટેરિફના એક મોટા હિસ્સાને ગેરકાયદે ગણાવીને રદ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને વસૂલેલી રકમ રિફંડ કરવાનો આદેશ પણ આપ્યો હતો. તાજેતરની અપડેટ મુજબ, આ આદેશ બાદ આશરે $100 અબજનું ટેરિફ કલેક્શન પરત કરી દેવામાં આવ્યું છે.

US કસ્ટમ્સ દ્વારા ટેરિફ રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરાઈ

IMAGE – IANS

Trump Tariff Refunds: ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ હવે તેમની પોતાની જ મુશ્કેલીઓ વધારી રહ્યો છે અને અમેરિકા પર ભારે પડી રહ્યો છે. વિતેલા વર્ષના એપ્રિલ મહિનામાં તેમણે વિશ્વના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ ટેરિફ સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને મોટો આંચકો આપ્યો છે.

IEEPA હેઠળનો ટેરિફ ગેરકાયદે જાહેર

સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં અંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ (IEEPA) હેઠળ લાદવામાં આવેલા ટેરિફના એક મોટા હિસ્સાને ગેરકાયદે ગણાવીને રદ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને વસૂલેલી રકમ રિફંડ કરવાનો આદેશ પણ આપ્યો હતો. તાજેતરની અપડેટ મુજબ, આ આદેશ બાદ આશરે $100 અબજનું ટેરિફ કલેક્શન પરત કરી દેવામાં આવ્યું છે.

US કસ્ટમ્સ દ્વારા ટેરિફ રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરાઈ

અમેરિકન કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં ટેરિફ રિફંડ અંગે મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રશાસને આશરે $100 અબજની રકમ પરત કરી દીધી છે. US આંતરરાષ્ટ્રીય વ્યાપાર ન્યાયાલયમાં રજૂ કરાયેલી અરજી મુજબ, વ્યાજ સહિત રિફંડની પ્રક્રિયા સરકારની કસ્ટમ્સ રિફંડ સિસ્ટમ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે અને નાણાંના વિતરણ માટે આ રકમ નાણા વિભાગને મોકલી આપવામાં આવી છે.

અમેરિકન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

રિપોર્ટ અનુસાર, રદ કરાયેલા આશરે $166 અબજના ટેરિફમાંથી આ અડધાથી વધુ રકમનું રિફંડ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં 20 ફેબ્રુઆરીના રોજ 6-3ની બહુમતીથી આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં કોર્ટે આ ટેરિફને અમાન્ય જાહેર કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા ઇમરજન્સી માટે 1977માં બનેલા કાયદાનો ઉપયોગ કરીને વ્યાપારી ભાગીદારો પર આકરો ટેરિફ લાદીને ટ્રમ્પે પોતાના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. આ કાયદો અમેરિકન પ્રમુખને એકતરફી રીતે વ્યાપક શુલ્ક લાદવાની સત્તા આપતો નથી.

રિફંડના મુદ્દે પણ ટ્રમ્પ ઘેરાયા: નવો રાજકીય વિવાદ

ટ્રમ્પ પ્રશાસન દ્વારા વસૂલેલા નાણાં પરત કરી દેવાયા હોવા છતાં, હવે આ રિફંડનો મુદ્દો એક નવા રાજકીય વિવાદનું રૂપ લઈ રહ્યો છે. આલોચકોનું કહેવું છે કે, આ નાણાં માત્ર તે આયાતકારો અને કોર્પોરેટ કંપનીઓને જ પાછા મળી રહ્યા છે જેમણે ટેરિફ ચૂકવ્યો હતો. પરંતુ, ટ્રમ્પના ટેરિફ વોરના કારણે મોંઘવારીનો સામનો કરનારા અને વધારેલી કિંમતો ચૂકવનારા સામાન્ય અમેરિકન ગ્રાહકોને તેનો કોઈ લાભ મળી રહ્યો નથી.

Ad