Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Gujarat › વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, ટાપુ આકારના 2 પ્લેટફોર્મ અને 4 ટ્રેક

વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, ટાપુ આકારના 2 પ્લેટફોર્મ અને 4 ટ્રેક

By Rajshree V August 5, 2026 Gujarat
Share:

બનિયન ટ્રીથી પ્રેરિત છે બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઈન વડોદરા શહેરમાં પંડ્યા બ્રિજ નજીક અંદાજે 16,467(1.77 લાખ સ્કવેર ફૂટ) ચોરસ મીટર વિસ્તારમાં વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. આ HSR સ્ટેશનની ડિઝાઈન શહેરમાં જોવા મળતા વડલાઓની પુષ્કળ માત્રાને કારણે ‘બનિયન ટ્રી’થી પ્રેરિત છે. સ્ટેશનની આસપાસ ભારતીય રેલવે અને બસ સેવાની કનેક્ટિવિટી છે.

વડોદરામાં બનીયન ટ્રી આકારમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરની શાન વધારશે. 1.77 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ અત્યાધુનિક સ્ટેશનમાં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક હશે. બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર અને વેઇટિંગ રૂમ મુસાફરોને એરપોર્ટની ફીલ અપાવશે. આ સ્ટેશનનો વીડિયો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું કે, વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન આકાર લઈ રહ્યું છે, કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો આવો જાણીએ વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન કેવુ હશે અને તેમાં શું-શું સુવિધાઓ હશે.

પ્લેટફોર્મ પર શહેરનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો દર્શાવાશે ત્રણ માળના સ્ટ્રેશનની ઊંચાઈ જમીનથી ટોચના છાપરા સુધી 34.5 મીટર હશે. તદુપરાંત જો આ સ્ટેશનના ઈન્ટિરિયર વિશે વાત કરીએ તો દરેક પ્લેટફોર્મમાં શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવાશે.

બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર, રેસ્ટ રૂમની સુવિધા આ સ્ટેશનમાં મુસાફરોને અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમ કે, વેઈટિંગ હોલ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર, રેસ્ટ રૂમ અને સુલભ શૌચાલય. કાર, બસ, થ્રી વ્હીલર્સ માટે અલગ-અલગ પાર્કિંગ પ્લોટ અને પિક એન્ડ ડ્રોપ ઓફ બેઝ આપ્યા છે. ભારે ભીડ ન થાય તે માટે પદયાત્રી પ્લાઝાની વ્યવસ્થા પણ કરાશે.

508 કિમીનું અંતર 2 કલાક 15 મિનિટમાં કપાશે મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન જેમ કે, મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર અને ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી બનાવવામાં આવી રહ્યાં છે, જે મુખ્ય શહેરી માર્ગોને જોડી રહ્યાં છે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 15 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ થશે.

Ad