Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home Silver Screen સની દેઓલ પુત્ર રાજવીરને કાસ્ટ કરવા માટે સુપરહિટ એક્શન ફિલ્મ અર્જુનની સીક્વેલ બનાવશે

સની દેઓલ પુત્ર રાજવીરને કાસ્ટ કરવા માટે સુપરહિટ એક્શન ફિલ્મ અર્જુનની સીક્વેલ બનાવશે

By Rajshree V July 18, 2026 Silver Screen
Share:

સની દેઓલ ૧૯૮૫ની સુપરહિટ એક્શન ફિલ્મ ‘અર્જુન’ની સિક્વલ બનાવવાની તૈયારીમાં છે. ‘અર્જુન 2’ માં સની તેના નાના પુત્ર રાજવીર દેઓલને એક્શન હીરો તરીકે લોન્ચ કરશે. ગદર 2 અને જાટની સફળતા બાદ સની હાલ ડિમાન્ડમાં છે. રાજવીર દેઓલની 2023માં આવેલી રોમેન્ટિક ફિલ્મ ‘દોનો’ ફ્લોપ રહી હતી. સની દેઓલની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ 14 ઓગસ્ટે રિલીઝ થશે.

મુંબઇ: જુલાઇ 18 : સની દેઓલ ૧૯૮૫માં આવેલી તેની એકશન ફિલ્મ અર્જુનની સિક્વલ ‘અર્જુન ટુ’ બનાવવાની ફિરાકમાં છે. આ ફિલ્મમાં સની તેના નાના પુત્ર રાજવીર દેઓલને એક્શન હીરો તરીકે રજૂ કરવા માંગે છે.
હાલ સની દેઓલ ‘ગદર ટુ’ અને ‘જાટ’ ફિલ્મોની સફળતાને પગલે એક્શન હીરો તરીકે ડિમાન્ડમાં છે. સનીની આગામી ફિલ્મ રાજકુમાર સંતોષી નિર્દેશિત ‘બટવારા ૧૯૪૭’ છે જેને ૧૪ ઓગસ્ટે રજૂ કરવામાં આવશે.
બીજી તરફ રાજવીર દેઓલને ૨૦૨૩માં અવિનાશ બડજાત્યા નિર્દેશિત ફિલ્મ ‘દોનોમાં રોમેન્ટિક હીરો તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મ સદંતર ફલોપ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે રાહુલ રવૈલ નિર્દેશિત ‘અર્જુન’ ફિલ્મથી સનીની કેરિયર ઉંચકાઈ હતી. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા તેની હિરોઈન હતી.

Ad