Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Silver Screen › 60 વર્ષના સલમાન ખાનનો જોરદાર ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ

60 વર્ષના સલમાન ખાનનો જોરદાર ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ

By Ramesh Parmar August 12, 2026 Silver Screen
Share:

સ્વાસ્થ્યની ચિંતાઓ વચ્ચે ધમાકેદાર વાપસી

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો એક શાનદાર ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન પોતાની ૨૦૦૪ ની સુપરહિટ ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’ ના સૌથી આઇકોનિક ગીત ‘જીને કે હૈં ચાર દિન’ પર પોતાના ટ્રેડમાર્ક સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. લગભગ ૬૦ વર્ષની વયે પણ તેની એનર્જી અને ધમાકેદાર ડાન્સ મૂવ્સ જોઈને આસપાસમાં હાજર ચાહકો અને લોકોએ જોરદાર સીટીઓ વગાડીને અને ચીયર કરીને વાતાવરણ ગુંજવી મૂક્યું હતું.

અનોખા લુકથી જીત્યા ચાહકોના દિલ
સામે આવેલા આ વીડિયોમાં સલમાન ખાને વાદળી રંગની ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. આ લુકને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે તેણે બ્રાઉન કલરનું જેકેટ અને ફ્રેન્ચ સ્ટાઇલની સ્પેશિયલ હેટ પહેરી છે. તેના આ કૂલ અને એનર્જેટિક અવતારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જોકે, આ વીડિયો કયા કાર્યક્રમનો છે અને ક્યાં શૂટ થયો છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી.

સ્વાસ્થ્ય અંગે ચાહકોની ચિંતાનો જવાબ
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) ની ઓફિસે પહોંચેલા સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે ખૂબ જ દૂબળો અને થાકેલો દેખાઈ રહ્યો હતો. તે તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત બન્યા હતા. કેટલાક યુઝર્સે તેની તબિયત પર સવાલો ઉઠાવ્યા હતા, તો કેટલાકે તેનો બચાવ કરતાં કહ્યું હતું કે તે વધતી ઉંમરે કોઈ પણ મેકઅપ કે દેખાડા વગર નેચરલ દેખાઈ રહ્યો છે.

ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અફવાઓ અને ચિંતાઓ વચ્ચે સલમાન ખાનનો આ નવો સ્ટેજ પર્ફોર્મન્સ વીડિયો તેના ચાહકો માટે મોટો રાહતરૂપ સાબિત થયો છે. ૬૦ ની વયે પણ તેનો આ અંદાજ દર્શાવે છે કે બોલિવૂડનો ‘દબંગ’ આજે પણ તેટલો જ ફિટ અને જોશથી ભરપૂર છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર લાખો લાઈક્સ અને શેર મળી રહ્યા છે.

Ad