મેક્સિકોમાં ૭.૪ ની તીવ્રતાનો ભુકંપ:સુનામીની ચેતવણી:પાડોશી દેશો ધ્રુજ્યા

મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠાના વિસ્તારમાં શુક્રવારે 7.4 ની તીવ્રતાનોશક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ પ્રચંડ આંચકા બાદ વિસ્તારમાં સુનામી આવવાનો ખતરો વધી ગયોછે, જેને પગલે આશરે 10 લાખ લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
10 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્રબિંદુ
અમેરિકી એજન્સી USGS ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મેક્સિકોના પ્યુર્ટો મડેરોશહેરની નજીક જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકાપાડોશી દેશો જેવા કે ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયા હતા. જોકે, રાહતની વાતએ છે કે હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
તટીય વિસ્તારોમાં પૂરનો મોટો ખતરો
ભૂકંપ બાદ તરત જ અધિકારીઓએ દરિયા કિનારાના વિસ્તારો માટે કડક ચેતવણી જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે સમુદ્રમાં ઉઠનારા ઊંચા અને ખતરનાક મોજા કિનારાના વિસ્તારોમાં પૂર લાવી શકેછે. તંત્ર દ્વારા લોકોને સંભવિત પૂર, દરિયાના તેજ પ્રવાહ અને ઊંચા મોજાથી સાવધ રહેવા માટે અપીલકરવામાં આવી છે.
‘પેસિફિક રિંગ ઓફ ફાયર’માં ભૂકંપ
આ ભૂકંપ પ્રશાંત મહાસાગરની આસપાસ ફેલાયેલા ‘પેસિફિક રિંગ ઓફ ફાયર‘ વિસ્તારમાં આવ્યોછે, જે આશરે 40,000 કિલોમીટર લાંબો પટ્ટો છે. આ વિસ્તાર દુનિયાનો સૌથી સક્રિય ભૂકંપ ઝોનગણાય છે, જ્યાં દુનિયાના 90% ભૂકંપ આવે છે. છેલ્લા 30 દિવસમાં આ વિસ્તારમાં 22 ભૂકંપનોંધાયા છે, જેમાં શુક્રવારનો આ આંચકો સૌથી શક્તિશાળી હતો.
અમેરિકાને સુનામીનો કોઈ ખતરો નથી
અમેરિકાના નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે આ મામલે મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કેઆ ભૂકંપના કારણે અમેરિકાના પશ્ચિમ કિનારા, બ્રિટિશ કોલંબિયા અને અલાસ્કા માટે સુનામીનોકોઈ જ ખતરો નથી.

