પહલગામ આતંકી હુમલા કેસ: NIA કોર્ટે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો

દ્વારા પહલગામ આતંકી હુમલા કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કર્યાના બે દિવસ બાદ આવ્યો હતો.
કોર્ટના આદેશ અનુસાર, NIAના ઇન્સ્પેક્ટર અરુણ શર્માએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 75 હેઠળ ફરાર આરોપી હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની અરજી કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે હાફિઝ સઈદ ઇરાદાપૂર્વક પોતાની ધરપકડથી બચી રહ્યો છે અને તેની સામે આગળની કાનૂની કાર્યવાહી માટે ખુલ્લી તારીખવાળો (Open-dated) NBW જરૂરી છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે કેસની નિષ્પક્ષ, સંપૂર્ણ અને અસરકારક તપાસ માટે હાફિઝ સઈદની ધરપકડ અને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. આથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યો છે.
NIAએ હાફિઝ સઈદને આ કેસમાં આરોપી નંબર-8 તરીકે નામજોગ કર્યો છે. તપાસ એજન્સીનું માનવું છે કે પહલગામ આતંકી હુમલાના ષડયંત્રમાં તેની ભૂમિકા અંગે વધુ તપાસ માટે તેની ધરપકડ આવશ્યક છે.
હાફિઝ સઈદ લાંબા સમયથી ભારતના વોન્ટેડ આતંકીઓમાં સામેલ છે અને ભારતે અનેક આતંકી હુમલાઓમાં તેની સંડોવણીનો આરોપ મૂક્યો છે. તે હાલમાં પાકિસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે.

