Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણીને ક્લીનચિટ આપી

અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણીને ક્લીનચિટ આપી

By Ramesh Parmar August 12, 2026 World
Share:

2 વર્ષથી ચાલતી કાનૂની લડાઈનો અંત

વોશિંગ્ટન: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમની કંપનીને અમેરિકાની અદાલત તરફથી બહુ મોટી રાહત મળી છે. ન્યૂયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે યુએસ ન્યાય વિભાગની અરજીનો સ્વીકાર કરીને ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપને તમામ કાનૂની આરોપોમાંથી સંપૂર્ણ ક્લીનચિટ આપી દીધી છે. આ આદેશ સાથે છેલ્લા આશરે બે વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈનો આખરે સુખદ અંત આવ્યો છે.

કોઈ ડીલના પુરાવા નથી: ન્યૂયોર્ક કોર્ટ
સુનાવણી દરમિયાન જજ નિકોલસ જી. ગરોફિસે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી સામેના આરોપો પાછા ખેંચવા પાછળ કોઈ ગુપ્ત ડીલ કે લોભ-લાલચ હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી. અદાણી જૂથ દ્વારા રજૂ કરાયેલી દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને આ કેસને રદ કર્યો હતો. કોર્ટે એવી પણ મહત્વપૂર્ણ આદેશાત્મક સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં લગાવાયેલા આરોપોનો ભવિષ્યમાં કોઈ નવા કેસમાં ઉપયોગ કરી શકાશે નહીં.

આરોપો અને અદાણી જૂથનો બચાવ
વર્ષ ૨૦૨૪ માં એવા આરોપો મૂકવામાં આવ્યા હતા કે અદાણી જૂથે રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી તેમજ અમેરિકી રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા. ગૌતમ અદાણી અને તેમની કંપની શરૂઆતથી જ આ આરોપોનું ખંડન કરી રહ્યા હતા. ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન અદાણી જૂથે આશરે ૬૦૦ પેજના કાયદાકીય તર્ક અને બચાવ દલીલો અમેરિકાના ન્યાય વિભાગ અને SEC સમક્ષ રજૂ કર્યા હતા, જેને માન્ય રાખવામાં આવ્યા હતા.

ગૌતમ અદાણીએ ચુકાદાનું સ્વાગત કર્યું
આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતા ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ કોર્ટના આ નિર્ણયનું પૂરા સન્માન સાથે સ્વાગત કરે છે. તેમણે ઉમેર્યું કે આ કપરા અને પડકારજનક સમયગાળા દરમિયાન પણ તેમને કાયદાના શાસન અને ન્યાયપ્રણાલી પર પૂરો વિશ્વાસ હતો. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ચુકાદા બાદ વૈશ્વિક આર્થિક જગતમાં અદાણી જૂથની શાખ વધુ મજબૂત બની છે.

Ad