Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Astrology › શુક્ર ગ્રહ 11 ઓગસ્ટ, 2026ના રોજ નક્ષત્ર પરિવર્તન કરશે 4 રાશિના જાતકોએ સાવધાન રહેવું

શુક્ર ગ્રહ 11 ઓગસ્ટ, 2026ના રોજ નક્ષત્ર પરિવર્તન કરશે 4 રાશિના જાતકોએ સાવધાન રહેવું

By Rajshree V August 9, 2026 Astrology
Share:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન, વૈભવ અને ભૌતિક સુખ-સુવિધાના કારક ગણાતા શુક્ર ગ્રહ 11 ઓગસ્ટ, 2026ના રોજ નક્ષત્ર પરિવર્તન કરશે. શુક્ર ચંદ્રના સ્વામિત્વવાળા હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે આ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડી શકે છે, પરંતુ મેષ, વૃષભ, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન આર્થિક બાબતોમાં વિશેષ સાવચેતી રાખવી જોઈએ.

મેષ: ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. વૈભવી વસ્તુઓ અથવા દેખાડા પાછળ વધુ પડતો ખર્ચ થવાથી બજેટ ખોરવાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વિચાર્યા વિના રોકાણ કરવાનું ટાળવું.

વૃષભ: શુક્ર વૃષભ રાશિના સ્વામી છે, પરંતુ હસ્ત નક્ષત્રમાં તેમનું પરિવર્તન આર્થિક બાબતોમાં અડચણો ઊભી કરી શકે છે. વેપારમાં મોટું જોખમ લેવાનું ટાળવું અને કોઈને મોટી રકમ ઉધાર આપવાથી દૂર રહેવું.

સિંહ: આ સમય દરમિયાન નાણાંની તંગી અથવા રોકડની અછતનો સામનો કરવો પડી શકે છે. અટવાયેલા નાણાં પરત મળવામાં વિલંબ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચના કારણે માનસિક તણાવ પણ વધી શકે છે.

વૃશ્ચિક: આર્થિક નિર્ણયોની દૃષ્ટિએ સમય પડકારજનક રહી શકે છે. શેરબજાર અથવા અન્ય જોખમી રોકાણમાં નુકસાનની શક્યતા હોવાથી નાણાકીય લેવડદેવડમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

નાણાકીય નુકસાનથી બચવાના જ્યોતિષીય ઉપાય

જ્યોતિષ અનુસાર શુક્રવારે માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરી તેમને સફેદ વસ્તુઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. આર્થિક સ્થિરતા માટે જરૂરિયાતમંદોને ચોખા, દૂધ અથવા ખાંડ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ, જેથી તણાવના કારણે ખોટા નાણાકીય નિર્ણયો ન લેવાય.

Ad