Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›National › હમણાં પોલિટિકલ પાર્ટી નહીં બનાવીએ,પ્રેશર ગ્રુપની જેમ કામ કરશે CJP: અભિજીત દિપ્કે

હમણાં પોલિટિકલ પાર્ટી નહીં બનાવીએ,પ્રેશર ગ્રુપની જેમ કામ કરશે CJP: અભિજીત દિપ્કે

By Rajshree V August 5, 2026 National
Share:

વિદ્યાર્થીઓ પર નોંધાયેલી FIR પાછી ખેંચવા માટે સરકાર સાથે વાતચીત ચાલુ

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું કે હાલમાં CJP રાજકીય પક્ષ બનશે નહીં. તેમણે કહ્યું- અત્યારે ભારતને એક મજબૂત પ્રેશર ગ્રુપની જરૂર છે, તેથી CJP હાલમાં તે જ ભૂમિકામાં કામ કરશે.

CJP પ્રવક્તા સૌરવ દાવે જણાવ્યું કે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી FIR પાછી ખેંચવાની માગને લઈને સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. સૌરવે કહ્યું- ઘાયલ પ્રદર્શનકારીઓને કાનૂની અને મેડિકલ મદદ આપવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. સોનમ વાંગચુક આગળ પણ CJPના માર્ગદર્શક બની રહેશે અને સંગઠન સમય-સમય પર તેમની સલાહ લેશે.

NEET-UG પેપર લીક આંદોલનથી ચર્ચામાં આવેલી CJPની આજે છત્રપતિ સંભાજીનગરમાં દીપકેના ઘરે મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. દીપકેએ જણાવ્યું કે બેઠકમાં જંતર-મંતર આંદોલનની સમીક્ષા, સંગઠનના વિસ્તરણ અને આગળની રણનીતિ પર ચર્ચા થશે

Ad