Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›National › સબરીમાલા : સપ્ટેમ્બર અંત કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચુકાદો આવી શકે છે

સબરીમાલા : સપ્ટેમ્બર અંત કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચુકાદો આવી શકે છે

By Rajshree V August 11, 2026 National
Share:

સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચે 14 મે, 2026ના રોજ લાંબી સુનાવણી બાદ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય બેન્ચ સબરીમાલા મંદિર અને મહિલાઓના ધાર્મિક અધિકારો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કેસમાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચુકાદો આપી શકે છે. સુપ્રીમ કોર્ટે આ અંગે સંકેત આપ્યો છે.

બોધગયા મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન એક વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કેટલાક કાનૂની પ્રશ્નો પર સબરીમાલા કેસના ચુકાદા બાદ સુનાવણી કરી શકાય છે. તેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે સબરીમાલા કેસનો ચુકાદો ઓક્ટોબર સુધીમાં આવી જશે. ત્યારબાદ બોધગયા મંદિર વ્યવસ્થાપન અને ત્રિપલ તલાક સાથે જોડાયેલા કેસોની સુનાવણી 6 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

સબરીમાલા મંદિર ઉપરાંત અન્ય ધર્મોમાં મહિલાઓ સાથે સંકળાયેલા ધાર્મિક ભેદભાવના મુદ્દાઓ પર પણ લાંબા સમયથી સુનાવણી ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચે 14 મે, 2026ના રોજ લાંબી સુનાવણી બાદ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચુકાદો આવવાની સંભાવના છે.

કયા મુદ્દાઓ પર આવશે ચુકાદો?

આ કેસ માત્ર સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પૂરતો મર્યાદિત નથી. તેમાં મહિલાઓના ધાર્મિક અધિકારો અને ધાર્મિક પ્રથાઓમાં ભેદભાવને લગતા અનેક મહત્વપૂર્ણ કાનૂની પ્રશ્નો સામેલ છે. તેમાં મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશનો અધિકાર, પારસી મહિલાઓના ધાર્મિક અધિકારો અને દાઉદી બોહરા સમુદાયમાં પ્રચલિત મહિલા જનન અંગ વિચ્છેદ (FGM) જેવી પ્રથાઓનો પણ સમાવેશ થાય છે. નવ જજોની બંધારણીય બેન્ચે 7 એપ્રિલ, 2026થી આ મામલે સુનાવણી શરૂ કરી હતી, જે 14 મેના રોજ પૂર્ણ થઈ હતી. લગભગ 16 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

આ બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ઉપરાંત જસ્ટિસ બી.વી. નાગરત્ના, એમ.એમ. સુંદરેશ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, અરવિંદ કુમાર, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, પ્રસન્ન બી. વરાલે, આર. મહાદેવન અને જૉયમાલ્યા બાગચી સામેલ છે.

સુનાવણી દરમિયાન કોર્ટના આંકડા અનુસાર, નવેય જજોમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના સૌથી સક્રિય સભ્ય રહ્યાં હતાં. બેન્ચની ચર્ચા દરમિયાન તેમણે સૌથી વધુ વખત હસ્તક્ષેપ કરી પ્રશ્નો પૂછ્યા હતા.

Ad