Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home National વાયનાડ ભૂસ્ખલન: મૃત્યુઆંક વધીને 6 થયો

વાયનાડ ભૂસ્ખલન: મૃત્યુઆંક વધીને 6 થયો

By Rajshree V July 9, 2026 National
Share:

વાયનાડ (કેરળ), 9 જુલાઈ: કેરળના વાયનાડ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુઆંક વધીને 6 થયો છે. ગુરુવારે બચાવ અને શોધખોળ દરમિયાન વધુ ત્રણ મૃતદેહ મળી આવતા જિલ્લા વહીવટીતંત્રે આ માહિતી આપી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, મળી આવેલા ત્રણેય મૃતદેહ સ્થળ પર કામ કરતા સ્થળાંતરિત મજૂરોના છે. તેમની ઓળખ ઉત્તર પ્રદેશના સર્વેયર અઝહરુદ્દીન અન્સારી, હિમાચલ પ્રદેશના એન્જિનિયર રાહુલ શર્મા અને બિહારના એક્સ્કાવેટર ઓપરેટર મોહમ્મદ ઇમરાન તરીકે થઈ છે.

આ અગાઉ કેરળ સરકારના મંત્રી એ. પી. અનિલ કુમાર અને ટી. સિદ્દીકે પત્રકારોને જણાવ્યું હતું કે સવારે શોધખોળ દરમિયાન સર્ચ એરિયાના ઝોન-1માંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે.

Ad