Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › રશિયા ભારત વચ્ચે રેલ લિંક યોજના ઘડાઈ

રશિયા ભારત વચ્ચે રેલ લિંક યોજના ઘડાઈ

By Ramesh Parmar August 9, 2026 World
Share:

મોસ્કોએ રજૂ કર્યો મહત્વાકાંક્ષી પ્લાન, વૈશ્વિક વેપાર અને માર્ગ સલામતી

મોસ્કો: વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને દરિયાઈ માર્ગો પરના જોખમો વચ્ચે રશિયાએ હિન્દ મહાસાગર સુધી પહોંચવા માટે ભારત સાથે એક વિશાળ અને સીધા રેલવે નેટવર્કની યોજના રજૂ કરી છે. રશિયાના નાયબ વડાપ્રધાન મેરેટ ખુશ્નુલીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં બોસ્મરસ અને હોર્મુઝ સમુદ્રધૂનિઓ અત્યંત જોખમી બની ગઈ હોવાથી ભારત સુધીનો આ નવો અને વૈકલ્પિક રેલ-માર્ગ અનિવાર્ય બની ગયો છે.

નવા રેલવે માર્ગની વિગતો
આ પ્રસ્તાવિત નવો વૈકલ્પિક રેલ-માર્ગ તુર્કમેનિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ભારત સુધી પહોંચશે. રશિયન નાયબ વડાપ્રધાનના જણાવ્યા મુજબ, જો આ સમગ્ર નેટવર્ક વાસ્તવિક રીતે અમલી બનશે તો તેનાથી રશિયા અને ભારત વચ્ચેનો વેપાર અને જોડાણ ખૂબ જ સરળ અને સુરક્ષિત બની રહેશે.

દરિયાઈ જોખમો અને આર્થિક જરૂરિયાત
હોર્મુઝની સમુદ્રધૂનિમાં ચાલી રહેલા સંઘર્ષો અને તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠા અને વેપારી જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી છે. દરિયાઈ માર્ગો બંધ થવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર પ્રભાવિત થયો છે. આવી સ્થિતિમાં દેશની આંતરિક આર્થિક સ્થિતિ સુધારવા અને ગ્લોબલ ટ્રેડને પુષ્ટિ આપવા માટે આ જમીની રેલ-લિંક બનાવવી અત્યંત જરૂરી માનવામાં આવી રહી છે.

પ્રોજેક્ટનો ખર્ચ અને સમયમર્યાદા
મીડિયા અહેવાલ મુજબ, આ વિશાળ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં આશરે પાંચ વર્ષ જેટલો સમય લાગશે અને તેના માટે દર વર્ષે ૧ ટ્રિલિયન રુબલનો વિશાળ ખર્ચ થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ સમગ્ર ભવ્ય યોજનાનો તમામ નાણાકીય ખર્ચ રશિયા પોતે એકલું જ ઉઠાવશે, જેથી કરીને ભવિષ્યમાં સુરક્ષિત વેપાર માર્ગ સુનિશ્ચિત કરી શકાય.

Ad