રશિયાથી ઓઈલ-ગેસ ખરીદતા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફ લાગી શકે, બિલ પાસ

Donald Trump and India Tariff news : રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદીને યુક્રેન યુદ્ધમાં તેને પરોક્ષ રીતે મદદ કરનારા દેશો પર શિકંજો કસવા માટે અમેરિકન સેનેટે (ઉચ્ચ ગૃહ) એક અત્યંત કડક બિલને મંજૂરી આપી દીધી છે. સેનેટમાં આ પ્રસ્તાવ 86-11 ના ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આ બિલ હેઠળ રશિયા પાસેથી સૌથી વધુ ઊર્જા આયાત કરતા ટોચના પાંચ દેશોના સામાન પર 100% સુધીનો ટેરિફ લગાવવાની સત્તા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.
ભારત અને ચીન સહિત આ 5 દેશો આવશે ઝપેટમાં
અમેરિકન સેનેટમાં પસાર થયેલા આ વિધેયકનું નામ બદલીને ‘લિન્ડસે ઓ. ગ્રાહમ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ રાખવામાં આવ્યું છે. વર્તમાન આંકડા મુજબ ચીન, ભારત, અઝરબૈજાન, હંગરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી સૌથી વધુ તેલ અને ગેસ ખરીદતા ટોચના પાંચ દેશો છે. જો આ બિલ કાયદો બનશે તો આ તમામ દેશોએ અમેરિકા સાથે વેપાર કરવો કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું તેમાંથી એકની પસંદગી કરવી પડશે.
આ ઉપરાંત, આ બિલમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, રશિયાના અમીર ઉદ્યોગપતિઓ (ઓલિગાર્ક્સ) અને નાણાકીય સંસ્થાઓ પર પણ કડક પ્રતિબંધો લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ઈરાનના ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી કંપનીઓ પર દંડ લગાવતા 1996 ના કાયદાની સમયસીમા લંબાવીને 2031 સુધી કરવામાં આવી છે
અને ડેમોક્રેટિક સીનેટર રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. દિવંગત સીનેટરને શ્રદ્ધાંજલિ રૂપે બંને પક્ષોએ એકજૂટ થઈને આ બિલને મંજૂરી આપી છે.
હવે આ બિલ 31 ઓગસ્ટે જ્યારે અમેરિકાની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) ની બેઠક મળશે ત્યારે મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. હાઉસમાંથી મંજૂર થયા બાદ તેને આખરી હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે.

