છેલ્લી કૉફી ક્યારે પીવી? ઊંઘ, બ્લડ પ્રેશર, પેટ અને ચિંતા માટે કેફીનના 10 મહત્વના નિયમો
વિશ્વભરના કરોડો લોકો માટે દિવસની શરૂઆત એક કપ કૉફીથી થાય છે. પરંતુ કૉફી પીવાનો યોગ્ય સમય, તેની માત્રા અને તેના આરોગ્ય પર પડતા પ્રભાવ અંગે હજુ પણ અનેક ગેરસમજો છે.

ડૉ. પૂજા પિલ્લાઈ, કન્સલ્ટન્ટ (ઇન્ટરનલ મેડિસિન), એસ્ટર CMI હોસ્પિટલએ કેફીન સંબંધિત 10 મહત્વપૂર્ણ પ્રશ્નોના વિશ્વભરના કરોડો લોકો માટે દિવસની શરૂઆત એક કપ કૉફીથી થાય છે. પરંતુ કૉફી પીવાનો યોગ્ય સમય, તેની માત્રા અને તેના આરોગ્ય પર પડતા પ્રભાવ અંગે હજુ પણ અનેક ગેરસમજો છે. વૈજ્ઞાનિક જવાબ આપ્યા છે.
1. બપોર પછી ક્યારે કૉફી બંધ કરી દેવી?
સામાન્ય રીતે સૂવાના સમયથી 6થી 8 કલાક પહેલાં કૉફી પીવાનું બંધ કરવું જોઈએ. જો તમે રાત્રે 10 વાગ્યે સૂતા હો, તો બપોરે 2થી 4 વાગ્યા પછી કૉફી ટાળવી વધુ યોગ્ય છે. મોડે પીવામાં આવેલી કૉફી ઊંઘની ગુણવત્તા ઘટાડે છે અને મૂડ, એકાગ્રતા તથા હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
2. ખાલી પેટે બ્લેક કૉફી પીવાથી એસિડિટી થાય છે?
દરેક વ્યક્તિમાં એવું નથી થતું, પરંતુ જેમને એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ અથવા એસિડ રિફ્લક્સની તકલીફ હોય તેમને ખાલી પેટે કૉફીથી તકલીફ વધી શકે છે. જો કૉફીથી બળતરા કે ઊબકા આવે તો હળવો નાસ્તો કર્યા પછી પીવી વધુ સારી.
3. દિવસમાં કેટલી કૉફી સુરક્ષિત?
સ્વસ્થ પુખ્ત વ્યક્તિ માટે દિવસના 400 મિલિગ્રામ સુધીનું કેફીન સલામત માનવામાં આવે છે, જે અંદાજે 3થી 4 કપ કૉફી જેટલું થાય છે. આથી વધુ કેફીન લેવાથી ચિંતા, ધબકારા, ઊંઘની સમસ્યા અને પાચનતંત્રની તકલીફ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ તથા હૃદયરોગ અથવા અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ઓછી માત્રામાં કેફીન લેવું જોઈએ.
4. શુગર વગરની કૉફી અને બ્રેડ ખાવાથી વજન ઘટે?
માત્ર બ્લેક કૉફી વજન ઘટાડતી નથી. વજન ઘટાડવામાં કુલ કેલરી, આહારની ગુણવત્તા અને નિયમિત કસરત વધુ મહત્વ ધરાવે છે. સફેદ બ્રેડના બદલે હોલ ગ્રેન બ્રેડ વધુ ફાયદાકારક છે.
5. હાઈ બ્લડ પ્રેશરમાં દરરોજ કૉફી પીવી સલામત છે?
કૉફી પીવાથી થોડા સમય માટે બ્લડ પ્રેશર વધી શકે છે, પરંતુ નિયમિત કૉફી પીતા લોકોમાં તેની અસર ઓછી જોવા મળે છે. જો બ્લડ પ્રેશર નિયંત્રણમાં હોય તો મર્યાદિત માત્રામાં કૉફી સામાન્ય રીતે સલામત છે. જોકે અનિયંત્રિત હાઈ BP ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

6. કોલ્ડ બ્રૂ કૉફી વધુ સારી છે?
કોલ્ડ બ્રૂ કૉફી સામાન્ય ગરમ કૉફીની સરખામણીએ ઓછી એસિડિક હોઈ શકે છે, તેથી સંવેદનશીલ પેટ ધરાવતા લોકોને વધુ અનુકૂળ લાગે છે. જોકે તેમાં કેફીનનું પ્રમાણ ક્યારેક વધુ પણ હોઈ શકે છે, તેથી માત્રા પર ધ્યાન આપવું જરૂરી છે.
7. થાયરોઇડની દવા લીધા પછી તરત કૉફી પી શકાય?
ના. થાયરોઇડની દવા લીધા પછી તરત કૉફી પીવાથી દવાનું શોષણ ઘટી શકે છે. દવા સાદા પાણી સાથે ખાલી પેટે લેવી અને ત્યારબાદ ઓછામાં ઓછા 30થી 60 મિનિટ પછી જ કૉફી પીવી જોઈએ.
8. કૉફી આયર્ન અને કેલ્શિયમના શોષણમાં અવરોધે છે?
કૉફી ખાસ કરીને આયર્નના શોષણમાં ઘટાડો કરી શકે છે. તેથી આયર્નયુક્ત ભોજન અથવા આયર્ન સપ્લિમેન્ટ લીધા પછી 1થી 2 કલાક સુધી કૉફી ટાળવી વધુ યોગ્ય છે. કેલ્શિયમ પર તેની અસર સામાન્ય રીતે ઓછી હોય છે.
9. શું કૉફીથી ચિંતા અને હૃદયના ધબકારા વધી શકે?
હા. વધુ કેફીનથી ચિંતા, ગભરાટ, બેચેની અને હૃદયના ધબકારા વધી શકે છે, ખાસ કરીને કેફીન પ્રત્યે સંવેદનશીલ લોકોમાં. જો વારંવાર આવી સમસ્યા થાય તો કૉફીનું પ્રમાણ ઘટાડવું અને તબીબી સલાહ લેવી જોઈએ.
10. કેફીનની આદત પડી ગઈ છે તે કેવી રીતે ઓળખવી?
જો કૉફી વગર કામ ન ચાલતું હોય, વારંવાર વધુ કૉફીની જરૂર પડતી હોય અથવા કૉફી ન પીવાથી માથાનો દુખાવો, થાક, ચીડિયાપણું કે એકાગ્રતામાં ઘટાડો અનુભવાતો હોય તો તે કેફીન પર નિર્ભરતાના સંકેતો હોઈ શકે છે. આ સ્થિતિમાં કૉફી એકાએક બંધ કરવાને બદલે 1થી 2 અઠવાડિયામાં ધીમે ધીમે ઘટાડવી વધુ સલામત માનવામાં આવે છે

