Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › અમેરિકા ઇરાન યુદ્ધ વચ્ચે દુબઈમાં મિસાઈલ હુમલો થયો

અમેરિકા ઇરાન યુદ્ધ વચ્ચે દુબઈમાં મિસાઈલ હુમલો થયો

By Ramesh Parmar August 5, 2026 World
Share:

વીસ મિનિટમાં એક પછી એક સાત ધડાકા

દુબઈ : અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને તંગદિલીની સીધી અસર હવે સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ વાણિજ્યિક કેન્દ્ર દુબઈ પર પણ વર્તાઈ રહી છે. પ્રાપ્ત થતા અહેવાલો મુજબ, ગઈકાલે મોડી રાત્રે દુબઈના જાણીતા જેબ-અલ-અલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં માત્ર વીસ જ મિનિટની અંદર એક પછી એક સાત શક્તિશાળી ધડાકા થવાથી સમગ્ર વિસ્તાર હલી ગયો હતો અને આકાશ દૂર સુધી ગાઢ ધૂમાડાથી ઘેરાઈ ગયું હતું.

  • આ રહસ્યમય વિસ્ફોટોને કારણે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અમીરાતના અધિકારીઓએ શરૂઆતમાં ધડાકાના ચોક્કસ કારણો અંગે સત્તાવાર મૌન જાળવ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને નાસાની થર્મલ ઇમેજ દ્વારા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
  • સેટેલાઇટ છબીઓથી સ્પષ્ટ થયું છે કે પોર્ટ પાસે આવેલા ફ્યુઅલ સ્ટોર કરતા એક વિશાળ વેરહાઉસ ઉપર મિસાઈલ પડવાને કારણે આ ભીષણ આગ ભભકી ઉઠી હતી. ઘટના રાત્રે બની હોવાના કારણે ત્યાં કોઈ કર્મચારી હાજર ન હતો, જેના સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ થયાના સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા નથી.
અમેરિકા અને ઇરાન વચ્ચેના સંઘર્ષમાં યમન ઇરાનની તરફદારી કરી રહ્યું છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાત સહિતના અન્ય ખાડી દેશો અમેરિકા તરફી વલણ ધરાવે છે. આ જ રાજકીય કારણોસર યમન તરફથી આ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળનો વીડિયો બનાવનાર બે વ્યક્તિઓની પણ અમીરાતના સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ ગંભીર સુરક્ષા ચૂક બાદ દુબઈ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. આ હુમલાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉર્જા પુરવઠાને લઈને ચિંતાઓ વધુી ગઈ છે.

Ad