અમદાવાદમાં 149મી રથયાત્રા: જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અમદાવાદમાં અષાઢી બીજ (16 જુલાઈ) પૂર્વે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે (14મી જુલાઈ) મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો. વહેલી સવારે 6 વાગ્યે રત્નવેદી પર ભગવાનને બિરાજમાન કરાયા, ત્યારબાદ 7:30 વાગ્યાથી નેત્રોત્સવ પૂજન વિધિ શરૂ થઈ. 30 યજમાનોએ ભાગ લીધો. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ, મહાઆરતી અને સાધુ-સંતો માટે ભંડારો યોજાશે. નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad Rath Yatra 2026: અષાઢી બીજ (16 જુલાઈ)ના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાશે. રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે (14મી જુલાઈ) જગન્નાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અત્યંત ભક્તિભાવપૂર્વક શરૂ થઈ ગયા છે. નેત્રોત્સવ વિધિને લઈને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
નેત્રોત્સવ પૂજન વિધિ શરૂ
આજના ધાર્મિક મહોત્સવની શરૂઆત વહેલી સવારે 6 વાગ્યે થઈ હતી, જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજીનેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ જગન્નાથ મંદિરના મુખ્ય શિખર પર પરંપરાગત રીતે ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન થશે. બપોરે 11 વાગ્યે મંદિરમાં પધારેલા દેશભરના સાધુ-સંતો માટે ખાસ ભંડારા (મહાપ્રસાદ) અને વસ્ત્રદાન તેમજ દાન-દક્ષિણા આપવાનો સમારંભ યોજાશે. અને ભાઈ બળદેવજીને ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 7:30 વાગ્યાથી નેત્રોત્સવ પૂજન વિધિનો પ્રારંભ કરાયો હતો. જે સવારે 10:30 વાગ્યા સુધી ચાલશે. આ પૂજન વિધિમાં આશરે 30 જેટલા યજમાનો સહભાગી બન્યા છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભગવાનના આ અલૌકિક દર્શન કરવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો મંદિરે પહોંચ્યા છે અને નેત્રોત્સવ વિધિના દર્શન કરવા માટે આતુર દેખાઈ રહ્યા છે. રથયાત્રા પૂર્વેના આ મહોત્સવમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે.

