Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Business›Silver Screen › સંજય કપૂરની મિલકત વિવાદ ઉકેલ તરફ આગળ વધ્યો

સંજય કપૂરની મિલકત વિવાદ ઉકેલ તરફ આગળ વધ્યો

By Ramesh Parmar August 6, 2026 Business, Silver Screen
Share:

રાણી કપૂર અને પ્રિયા કપૂર વચ્ચે વાતચીત, બત્રીસ હજાર કરોડ રૂપિયાનો પારિવારિક વિવાદ

નવી દિલ્હી : દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની મિલકત અને આરકે ફેમિલી ટ્રસ્ટને લઈને લાંબા સમયથી ચાલી રહેલો પારિવારિક વિવાદ હવે અંતિમ ચરણ અને શાંતિપૂર્ણ ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સંતોષ વ્યક્ત કરતા સંજય કપૂરના માતા રાણી કપૂર અને પત્ની પ્રિયા કપૂર વચ્ચે ચાલી રહેલી મધ્યસ્થતા પ્રક્રિયાને આગામી બે નવેમ્બર સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આશા વ્યક્ત કરી છે કે તમામ પક્ષો ટૂંક સમયમાં જ પરસ્પર સંમતિથી આ જટિલ મુદ્દાનો કાયમી ઉકેલ મેળવી લેશે.

સંજય કપૂરના અચાનક નિધન બાદ લગભગ ત્રીસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ અને બિઝનેસના અધિકારોને લઈને પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા. આ વિવાદના કેન્દ્રમાં આરકે ફેમિલી ટ્રસ્ટ હતું, જેની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી. માતા રાણી કપૂરનો આરોપ હતો કે આ ટ્રસ્ટ તેમની જાણ વગર બનાવવામાં આવ્યું હતું, જ્યારે પત્ની પ્રિયા કપૂરનું કહેવું હતું કે તે નિયમો મુજબ જ છે. મામલો દિલ્હી હાઈકોર્ટથી લઈને દેશની સર્વોચ્ચ अदालत સુધી પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ વિવાદને અદાલતી લડાઈથી બહાર લાવીને ઉકેલવા માટે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડને મધ્યસ્થ તરીકે નિયુક્ત કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે મધ્યસ્થતાનો તમામ આર્થિક ખર્ચ આરકે ફેમિલી ટ્રસ્ટ દ્વારા જ ચૂકવવામાં આવશે. અત્યાર સુધીની બેઠકોમાં બંને પક્ષો વચ્ચેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહી છે અને તમામ હિસ્સેદારો શાંતિપૂર્ણ ઉકેલની અત્યંત નજીક પહોંચી ગયા છે.

મીડિયા અહેવાલ મુજબ, જો કોઈ કારણોસર આ મધ્યસ્થતા સફળ નથી થતી, તો પક્ષકારોને કાયદાકીય માર્ગે આગળ વધવાની છૂટ રહેશે, પરંતુ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે આ વિવાદ કોઈ પણ કડવાશ વગર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂરો થઈ જશે. આ સમાધાનથી પરિવારના તમામ વારસદારોના હિતોનું રક્ષણ થશે અને ભવિષ્ય માટેના રસ્તાઓ પણ સ્પષ્ટ થઈ જશે.

Ad