પશ્ચિમ એશિયા યુદ્ધને પગલે દૂબઈમાં છ માસમાં રહેઠાણ વેચાણમાં ૧૬ ટકા ઘટાડો

દુબઈમાં રહેઠાણ બજાર પર પશ્ચિમ એશિયા યુદ્ધની પ્રતિકૂળ અસર જોવા મળી છે. 2026ના પ્રથમ છ મહિનામાં 225.70 અબજ દીરહામના સોદા થયા, જે વાર્ષિક ધોરણે 16% ઓછા છે. ભૂરાજકીય તણાવે ખરીદદારોની માનસિકતા પર અસર કરી છે. 2025માં દુબઈમાં વેચાયેલા ઘરોમાં 22% ભારતીયોએ ખરીદ્યા હતા.
2025માં વેચાયેલા ઘરોમાં ૨૨ ટકા હિસ્સો ભારતીયોનો હતો
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધની દૂબઈની રહેઠાણ માર્કેટ પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં દૂબઈમાં ૨૨૫.૭૦ અબજ દીરહામના સોદા થયા છે જે વાર્ષિક ધોરણે ૧૬ ટકા નીચા છે.
ભૌગોલિકરાજકીય તાણે દૂબઈમાં રહેઠાણ ખરીદનારાઓની માનસિકતા પર અસર કરી છે અને માર્ચ તથા એપ્રિલમાં વેચાણ પર અસર પડી છે. જો કે આ અસર લાંબા ગાળાની નથી પરંતુ કામચલાઉ છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
ફેબુ્રઆરીથી એપ્રિલના ગાળામાં રહેઠાણ કિંમતમાં ૪-૭ ટકા ઘટાડો નોંધાયો છે. જો કે આની સામે ડીએફએમ રિઅલ એસ્ટેટ સ્ટોક ઈન્ડેકસની કામગીરી ઘણી નબળી રહી છે. સદર ઈન્ડેકસ તેની ટોચેથી ૩૪ ટકા જેટલો ઘટયો છે.
ફેબુ્રઆરીના અંતે યુદ્ધ શરૂ થયા બાદ રહેઠાણ ખરીદી માટેની પૂછપરછ ઘટી ગઈ હતી પરંતુ યુદ્ધવિરામની જાહેરાત બાદ તેમાં સુધારો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
૨૦૨૫માં ૨૦૬૧૬૬ સોદામાં રહેઠાણ વેચાણનું એકંદર ૫૪૭ અબજ દીરહામ રહ્યું હતું. ગયા વર્ષે દૂબઈમાં વેચાયેલા રહેઠાણમાં ૨૨ ટકા ખરીદનારા ભારતીયો હતા.કુલ ૧૫૦ કરતા વધુ દેશોના લોકોએ ગયા વર્ષે દૂબઈમાં ઘર ખરીદ કર્યા હતા.
ફેબ્રુઆરીથી એપ્રિલના ગાળામાં રહેઠાણ કિંમતમાં ૪-૭ ટકા ઘટાડો નોંધાયો છે. જો કે આની સામે DFM રિઅલ એસ્ટેટ સ્ટોક ઈન્ડેકસની કામગીરી ઘણી નબળી રહી છે. સદર ઈન્ડેકસ તેની ટોચેથી ૩૪ ટકા જેટલો ઘટયો છે.

