Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Sports › બ્રેટ લીએ કર્યો ઓલ-ટાઇમ ગ્રેટ ક્રિકેટર પર દાવો ચોંકાવનારો

બ્રેટ લીએ કર્યો ઓલ-ટાઇમ ગ્રેટ ક્રિકેટર પર દાવો ચોંકાવનારો

By Ramesh Parmar August 9, 2026 Sports
Share:

જેક્સ કેલિસ સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર

સચિન તેંડુલકર અને વિરાટ કોહલી અંગે નિવેદન

સિડની: વિશ્વ ક્રિકેટમાં ‘ઓલ-ટાઇમ ગ્રેટ’ ખેલાડી કોણ છે તે અંગે હંમેશાં રસપ્રદ ચર્ચાઓ થતી રહે છે. મોટાભાગના ચાહકો અને સમીક્ષકો ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કે વિરાટ કોહલીને નંબર-૧ ગણાવતા હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીએ આ ચર્ચાને એક નવો જ વળાંક આપ્યો છે. બ્રેટ લીના મતે સચિન તેંડુલકર દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, પરંતુ જ્યારે સમગ્ર ‘ઓવરઓલ ઓલ-ટાઇમ ક્રિકેટર’ ની વાત આવે ત્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કેલિસ મોખરે આવે છે.

આંકડા ક્યારેય જૂઠું બોલતા નથી
એક શો દરમિયાન વાતચીત કરતી વખતે બ્રેટ લીએ જેક્સ કેલિસના અદભુત આંકડાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સચિન તેંડુલકર સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે પરંતુ ઓવરઓલ ક્રિકેટર તરીકે કેલિસથી મોટો કોઈ ખેલાડી નથી, કારણ કે તેના આંકડા અને રેકોર્ડ અદભુત છે. નોંધનીય છે કે બ્રેટ લી અને જેક્સ કેલિસ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી એકસાથે રમી ચૂક્યા છે. કેલિસે પોતાના કરિયરમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે.

સચિન અને કેલિસના અદભુત રેકોર્ડ્સ
જેક્સ કેલિસે પોતાના કરિયરમાં ટેસ્ટ ક્રિકેટમાં ૧૩,૨૮૯ રન અને ૨૯૨ વિકેટ ઝડપી છે, જ્યારે વનડેમાં ૧૧,૫૭૯ રન અને ૨૭૩ વિકેટ મેળવી છે. બીજી તરફ ૨૪ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સચિન તેંડુલકરે ટેસ્ટમાં ૧૫,૯૨૧ રન અને વનડેમાં ૧૮,૪૨૬ રન બનાવીને સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે રાખ્યો છે. બંને ખેલાડીઓએ પોતાના દેશ માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે.

વિરાટ કોહલીના આલોચકોને જડબાતોડ જવાબ
પોડકાસ્ટ દરમિયાન બ્રેટ લીએ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પણ મુક્તકંઠે વખાણ કર્યા હતા. વિરાટના ફોર્મ પર સવાલ ઉઠાવતા આલોચકો પર નિશાન સાધતા બ્રેટ લીએ કહ્યું કે, એક-બે મેચમાં રન ન બનવાથી કોઈનો સમય પૂરો થઈ જતો નથી. વિરાટનો રેકોર્ડ અદભુત છે અને તેમાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બ્રેટ લીના આ નિવેદને સોશિયલ મીડિયા પર ક્રિકેટપ્રેમીઓ વચ્ચે નવી ચર્ચા જગાવી છે.

Ad