Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home Sports સંજુ સેમસનની ટીમમાંથી બાદબાકી નથી થઈ:ભવિષ્યના મોટા પ્લાન અંતર્ગત BCCIનો નિર્ણય; ઝિમ્બાબ્વે પ્રવાસ ‘2028 ટી-20 વર્લ્ડ કપ’ની તૈયારીનો ભાગ

સંજુ સેમસનની ટીમમાંથી બાદબાકી નથી થઈ:ભવિષ્યના મોટા પ્લાન અંતર્ગત BCCIનો નિર્ણય; ઝિમ્બાબ્વે પ્રવાસ ‘2028 ટી-20 વર્લ્ડ કપ’ની તૈયારીનો ભાગ

By Rajshree V July 8, 2026 Sports
Share:

સંજુ સેમસનને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી. સિલેક્શન અને ટીમ મેનેજમેન્ટે 2028 ટી-20 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દીધી છે. આ જ યોજના હેઠળ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વિકેટકીપર-બેટ્સમેન પ્રભસિમરન સિંહને તક આપવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, બોર્ડે આ નિર્ણયની જાણકારી સંજુને પણ આપી દીધી છે. તે સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનાર એશિયન ગેમ્સ માટે પહેલેથી જ ભારતીય ટીમમાં સામેલ છે.

એક દિવસ પહેલા BCCIએ 23 થી 26 જુલાઈ સુધી ઝિમ્બાબ્વેમાં યોજાનારી ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આમાં ટી-20 વર્લ્ડ કપ 2026ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસનને સ્થાન મળ્યું ન હતું

Ad