Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › યુક્રેને રશિયામાં 1000 કિમી અંદર ડ્રોન હુમલો કર્યો યુદ્ધ ભડક્યું

યુક્રેને રશિયામાં 1000 કિમી અંદર ડ્રોન હુમલો કર્યો યુદ્ધ ભડક્યું

By Ramesh Parmar August 10, 2026 World
Share:

રશિયાએ ૪૫૬ ડ્રોન તોડી પાડ્યા, ઉત્તર કોરિયાના ૫૦ હજાર સૈનિકો તૈનાત

કીવ/મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ વિનાશક મોડ પર પહોંચી ગયું છે. યુક્રેની સેનાએ રશિયાના તાતારસ્તાન રાજ્યમાં સીમાથી ૧,૦૦૦ કિલોમીટર અંદર ઘૂસીને એક મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ ભીષણ હુમલામાં ૧૨ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેનસ્કીએ સ્પષ્ટ કર્યું છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઓઇલ રિફાઇનરી ધ્વસ્ત, રશિયામાં બળતણની અછત ઘેરી બની
યુક્રેની ડ્રોન હુમલાનું મુખ્ય નિશાન તાતારસ્તાન સ્થિત નિઝનેકામસ્ક શહેર હતું. ૨,૪૦,૦૦૦ની વસ્તી ધરાવતા આ શહેરમાં આવેલી રશિયાની અત્યંત મહત્વપૂર્ણ ઓઇલ રિફાઇનરી પર ડ્રોન ત્રાટકતાં ભારે તબાહી મચી ગઈ છે. ક્રૂડ ઓઇલ શુદ્ધ કરતી આ રિફાઇનરી ધ્વસ્ત થઈ જતાં, પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલની અછત ભોગવી રહેલા રશિયા માટે આગામી દિવસોમાં ઈંધણનું સંકટ વધુ ગંભીર બને તેવી શક્યતા છે.

રશિયાનો પ્રચંડ પલટવાર: ૪૫૬ ડ્રોન ફગાવી દીધા
બીજી તરફ, યુક્રેનના આ હુમલા બાદ રશિયાએ પણ ભીષણ પલટવાર શરૂ કરી દીધો છે. રશિયન સેનાએ યુક્રેનના ઉત્તર-પૂર્વમાં આવેલા ખાર્કિવ પ્રાંત પર પ્રચંડ તોપમારો કર્યો છે, જેમાં ચુગુઇવ જિલ્લાનું બુગાઇબરા ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ ઉપરાંત રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે યુક્રેનના ૪૫૬ ડ્રોન વિમાનોને આકાશમાં જ તોડી પાડ્યા છે.

યુદ્ધમાં ઉત્તર કોરિયાની એન્ટ્રી
આ યુદ્ધ વચ્ચે એક મોટો આંતરરાષ્ટ્રીય વિકાસ સામે આવ્યો છે. રશિયાના પરમ મિત્ર દેશ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને રશિયન સેનાની મદદ માટે ૫૦,૦૦૦ સૈનિકોને તૈનાત કર્યા હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઉત્તર કોરિયાના સૈનિકોની આ એન્ટ્રીથી યુદ્ધનું ક્ષેત્ર વધુ વ્યાપક અને ચિંતાજનક બની શકે છે.

Ad