Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › પ્રમુખ ટ્રમ્પનાં હેલિકોપ્ટર સાથે યાત્રી વિમાન અથડાતું રહી ગયું

પ્રમુખ ટ્રમ્પનાં હેલિકોપ્ટર સાથે યાત્રી વિમાન અથડાતું રહી ગયું

By Ramesh Parmar August 6, 2026 World
Share:

વૉશિંગ્ટનના આકાશમાં મોટી દુર્ઘટના ટળી ગઈ

વૉશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના અધિકૃત હેલિકોપ્ટર ‘મરિન વન’ અને એક વાણિજ્યિક યાત્રી વિમાન વચ્ચે વૉશિંગ્ટન ઉપરના આકાશમાં એક મોટી દુર્ઘટના થતાં થતાં અટકી ગઈ છે. આ ઘટના બાદ એવિએશન ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે અને સત્તાવાર રીતે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

મંગળવારે બપોરે બનેલી આ ઘટના અનુસાર, રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ‘મરિન વન’ હેલિકોપ્ટર દ્વારા વ્હાઇટ હાઉસથી એન્ડ્રુઝ એરફોર્સ બેઝ તરફ પ્રયાણ કરી રહ્યા હતા, જ્યાંથી તેમને આગળ કેલિફોર્નિયા જવાનું હતું. તે જ સમયે રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટથી એક યાત્રી વિમાને ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન બંને વિમાનો એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા, જેને એવિએશનની ભાષામાં સુરક્ષા અંતરનું ભંગ થવું ગણવામાં આવે છે.

 બંને વિમાનો વચ્ચેનું આડું અંતર માત્ર પોણો માઇલ અને ઊભું અંતર માત્ર સાત સો ફૂટ જેટલું જ રહી ગયું હતું, જ્યારે સ્ટાન્ડર્ડ સુરક્ષા નિયમો પ્રમાણે આ અંતર ઘણું વધારે હોવું જરૂરી છે. આ સમગ્ર ગરબડ પાછળ એર ટ્રાફિક કંટ્રોલ અને કમ્યુનિકેશનમાં થયેલી ક્ષતિ હોવાનું મનાઈ રહ્યું છે. હેલિકોપ્ટરે ઉડાન ભરતા પહેલા કંટ્રોલને સૂચના આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અવાજ સ્પષ્ટ ન હોવાને કારણે સંદેશો બરોબર પહોંચ્યો ન હતો અને તે દરમિયાન જ યાત્રી વિમાનને પણ ઉડાન ભરવાની મંજૂરી મળી ગઈ હતી.

મીડિયા અહેવાલ મુજબ, આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે પ્રમુખ ટ્રમ્પ ક્યારેય પણ જોખમમાં ન હતા કારણ કે મરિન વન દુનિયાના શ્રેષ્ઠ પાયલોટો દ્વારા સંચાલિત થાય છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Ad