Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં તંગદિલી વધતાં અમેરિકાની ચેતવણી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં તંગદિલી વધતાં અમેરિકાની ચેતવણી

By Ramesh Parmar August 7, 2026 World
Share:

ભારતે પાકિસ્તાનની ક્રૂરતા સામે વિરોધ નોંધાવ્યો

વોશિંગ્ટન:પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સૈન્ય દ્વારા નાગરિકો પર થઈ રહેલા દમન અને હિંસા સામે સંયુક્ત રાજ્ય અમેરિકાએ સખત વલણ અપનાવ્યું છે. અમેરિકી વિદેશ વિભાગે સ્થાનિક સત્તાવાળાઓને સંયમ જાળવવા અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું પાલન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. પ્રદેશમાં સતત વધી રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અને ઈન્ટરનેટ બ્લેકઆઉટની ઘટનાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ઘોર નિંદા થઈ રહી છે.

અમેરિકાની શાંતિ અને સંયમની અપીલ
વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું છે કે પાકિસ્તાની સત્તાવાળાઓએ બંધારણીય મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ અને નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવવી જોઈએ નહીં. શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજાય તે માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું અને માહિતી મેળવવાનો અધિકાર પુનઃસ્થાપિત કરવો જરૂરી છે. પ્રદર્શનકારીઓને પણ પોતાની માંગણીઓ આંદોલન દ્વારા શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાની સલાહ આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોની ચિંતા
જૂન મહિનાથી અત્યાર સુધીમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં અનેક નિરાધાર નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. પત્રકારોની ગેરકાયદેસર અટકાયત અને વિદેશી મીડિયા પરના પ્રતિબંધોને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. રાવલાકોટ સહિતના વિવિધ વિસ્તારોમાં આંદોલનકારીઓ પર કરવામાં આવેલા બળપ્રયોગની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ જોર પકડી રહી છે.

ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર
મીડિયા અહેવાલ મુજબ, ભારતીય વિદેશ મંત્રાલયે આ પરિસ્થિતિ અંગે પાકિસ્તાનને આકરા શબ્દોમાં બરાબરનું સંભળાવ્યું છે. ભારતે જણાવ્યું છે કે ત્યાં યોજાતી સ્થાનિક ચૂંટણીઓ માત્ર એક મોટો દંભ છે, જેની પાછળ નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યાઓ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભારતે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની આ માનવતાવિરોધી ક્રૂરતા સામે આકરો વિરોધ નોંધાવ્યો છે.

Ad