FIFA વર્લ્ડ કપ 2026: ચેમ્પિયન બનીને સ્પેને તોડ્યો ઇટાલીનો મહારેકોર્ડ, રચ્યા અન્ય 4 અદભુત રેકોર્ડ્સ
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં આર્જેન્ટિનાને ૧-૦થી હરાવી સ્પેને જીત્યો ખિતાબ. સતત ૩૮ મેચો સુધી અજેય રહીને તોડ્યો ઇટાલીનો વર્લ્ડ રેકોર્ડ અને કોચ લુઇસ ડે લા ફુએન્ટે પણ રચ્યો ઇતિહાસ.

ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની મહાફાઇનલમાં સ્પેને નવો ઇતિહાસ રચી દીધો છે. એક અત્યંત રોમાંચક અને શ્વાસ રોકી દેનારા મુકાબલામાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને ૧-૦ થી હરાવીને બીજી વખત પ્રતિષ્ઠિત ફિફા વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે
આ અગાઉ સ્પેને વર્ષ ૨૦૧૦ માં સાઉથ આફ્રિકામાં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૨૬ના આ ઐતિહાસિક વિજય સાથે સ્પેને ફરી સાબિત કર્યું છે કે ફૂટબોલની દુનિયામાં તેમનો કોઈ મુકાબલો નથી. આ આખી ટુર્નામેન્ટ દરમિયાન સ્પેનની જીતનો અસલી હીરો તેમનો મજબૂત ડિફેન્સ (બચાવ પક્ષ) રહ્યો છે.
ટ્રમ્પની ફજેતી, FIFA વર્લ્ડ કપની ફાઈનલમાં હુટિંગ, ઉજવણીમાં સામેલ થવાની કોશિશ કરતાં સ્ટેજ પરથી હટાવ્યા

બિનબુલાયે મહેમાન બનવાનો પ્રયાસ પરંતુ ફિફા પ્રમુખે ટ્રમ્પને હટાવ્યા
સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પોતાની હાજરીથી લાઇમલાઇટ મેળવવા માટે જાણીતા ટ્રમ્પે સ્પેનની જીતની ખુશીમાં વગર બોલાવે સેલિબ્રેશનનો ભાગ બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પેનની ટીમને ટ્રોફી સોંપ્યા બાદ પોડિયમના કિનારે ખેલાડીઓ સાથે ઉભા રહીને જશ્નમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ તેમને ચૂપચાપ ત્યાંથી બાજુ પર ખસેડી દીધા હતા. આ અગાઉ ક્લબ વર્લ્ડ કપમાં પણ ચેલ્સીની જીત વખતે ટ્રમ્પે આવો જ પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પ સુપર બોલ, યુએસ ઓપન અને એનબીએ (NBA) ફાઇનલ્સ જેવી અનેક રમતગમતની મોટી સ્પર્ધાઓમાં હાજરી આપી ચૂક્યા છે, જ્યાં તેમને ફેન્સના આક્રોશ અને હૂટિંગનો સામનો કરવો પડ્યો છે.
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની રોમાંચક ફાઇનલમાં સ્પેનની યુવા અને જોશથી ભરેલી ટીમે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને બીજી વખત વિશ્વ વિજેતા બનવાનો તાજ પોતાના નામે કરી લીધો છે. સ્પેનની આક્રમક રમત અને શાનદાર ડિફેન્સ આગળ પોતાના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસી પાસે પણ કોઈ જવાબ નહોતો. મેચ પૂરી થતાં જ સ્પેનની ટીમે ટ્રોફી ઉઠાવીને જશ્ન મનાવ્યો હતો. જ્યારે મેસીની આંખોમાં આખરી વર્લ્ડ કપ હારવાના આસુ છલકાઈ આવ્યા હતા. સ્પેન માટે આખી ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો પણ કરિયરનો સૌથી યાદગાર ગોલ ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં કર્યો હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો.

