લોર્ડ્સમાં ઐતિહાસિક જીત બાદ સચિન તેંડુલકરના ભારતીય મહિલા ટીમને અભિનંદન

જીત બાદ સોશિયલ મીડિયા પર સચિને લખ્યું કે, “દરેક ક્રિકેટરનું સ્વપ્ન લોર્ડ્સમાં રમવાનું હોય છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન મહિલા ટેસ્ટ ક્રિકેટે પ્રથમ વખત ‘હોમ ઑફ ક્રિકેટ’માં પ્રવેશ કરીને નવી પેઢીનું આ સ્વપ્ન સાકાર કર્યું છે.”
તેમણે આગળ લખ્યું, “ભારતીય ટીમને આ શાનદાર જીત માટે અભિનંદન. સ્મૃતિ મંધાનાની શાંત અને સંયમભરી બેટિંગ, યાસ્તિકા ભાટિયાની શાનદાર સદી અને ક્રાંતિ ગૌડના પાંચ વિકેટે આ ઐતિહાસિક પ્રસંગને વધુ વિશેષ બનાવી દીધો.”
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતે 270 રનની ભવ્ય જીત નોંધાવી ઇતિહાસ રચ્યો છે. આ યાદગાર વિજય બાદ ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે ભારતીય મહિલા ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને તેને ભારતીય ક્રિકેટ માટે વધુ એક સુંદર સોપાન ગણાવ્યું.
મેચના ચોથા અને અંતિમ દિવસની રમત શરૂ થાય તે પહેલાં સચિન તેંડુલકર લોર્ડ્સ ખાતે હાજર રહ્યા હતા અને ભારતીય મહિલા ટીમ સાથે મુલાકાત કરી તેમને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સચિને ખેલાડીઓને શું કહ્યું હતું તેની વિગતો જાહેર થઈ નથી, પરંતુ તેમની પ્રેરણાએ ટીમમાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો હોય તેમ ભારતે ઝડપથી ઇંગ્લેન્ડની ઇનિંગ્સ સમેટી ઐતિહાસિક જીત મેળવી.
ભારતીય મહિલા ટીમની આ જીત માત્ર શ્રેણીની સફળતા નહીં પરંતુ મહિલા ક્રિકેટ માટે પણ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.
T

