Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Uncategorized›World › હૉર્મુઝમાં જહાજો પર બાયોફાઉલિંગનું જોખમ ઊભું થયું

હૉર્મુઝમાં જહાજો પર બાયોફાઉલિંગનું જોખમ ઊભું થયું

By Ramesh Parmar August 10, 2026 Uncategorized, World
Share:

વૈજ્ઞાનિકોએ આપી મોટી પર્યાવરણીય ચેતવણી, દરિયાઈ જીવસૃષ્ટિ અને જૈવ-સુરક્ષા સામે પડકાર

દુબઈ: હૉર્મુઝ જળમાર્ગ બંધ થવાના કારણે માત્ર વૈશ્વિક ઈંધણ પુરવઠો કે આંતરરાષ્ટ્રીય વેપાર જ પ્રભાવિત નથી થયો, પરંતુ ફારસની ખાડીમાં એક નવી ગંભીર પર્યાવરણીય આફત સર્જાવાની આશંકા ઊભી થઈ છે. હૉર્મુઝ કટોકટી વચ્ચે ખાડીમાં લાંબા સમયથી ૧,૫૦૦થી વધુ કોમર્શિયલ જહાજો અટવાયેલા છે. સંશોધકોના મતે આ સ્થિર જહાજો હવે વિશ્વભરની દરિયાઈ જીવસૃષ્ટિ માટે ‘બાયોફાઉલિંગ’ નો એક મોટો ખતરો બની રહ્યા છે.

બાયોફાઉલિંગ અને ‘સુપર-સ્પ્રેડર’ જહાજો
દરિયામાં જ્યારે વિશાળ જહાજો લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઊભા રહે છે, ત્યારે તેમના નીચલા ભાગમાં શૈવાળ, પરજીવીઓ અને વિવિધ આક્રમક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. આ પ્રક્રિયાને ‘બાયોફાઉલિંગ’ કહેવાય છે. ફારસની ખાડીનું ગરમ પાણી આવા જીવોના ઝડપી વિકાસ માટે અનુકૂળ હોવાથી આ જહાજો ‘સુપર-સ્પ્રેડર’ બની રહ્યા છે. હૉર્મુઝનો માર્ગ ખૂલતાં જ આ જહાજો વિશ્વના અન્ય બંદરો તરફ જશે ત્યારે આ આક્રમક પરજીવીઓ હજારો કિલોમીટર દૂર સુધી ફેલાઈ જશે.

દરિયાઈ જીવસૃષ્ટિ અને ઉદ્યોગો પર ગંભીર અસર
જે-તે નવા દરિયાઈ વિસ્તારમાં જ્યારે આવી બિન-સ્થાનિક પ્રજાતિઓ પહોંચે છે, ત્યારે કુદરતી શિકારીઓના અભાવે તે ઝડપથી વધી જાય છે. આ સ્થિતિ સ્થાનિક માછલીઓ, વનસ્પતિ અને સમગ્ર દરિયાઈ નિવસનતંત્ર માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેની સીધી નકારાત્મક અસર સ્થાનિક માછીમારી અને તટીય ઉદ્યોગો પર પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

ઉકેલ માટે નિષ્ણાતોની ભલામણો
જૈવ-સુરક્ષા સામે ઊભા થયેલા આ મોહતાજ પડકારને પહોંચી વળવા માટે નિષ્ણાતોએ કડક પગલાં લેવાની ભલામણ કરી છે. હૉર્મુઝમાંથી રવાના થતાં પહેલાં તમામ જહાજોની અંડરવોટર સફાઈ અને યોગ્ય તપાસ કરવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત પરજીવીઓની સમયસર ઓળખ માટે ‘એન્વાયર્નમેન્ટલ ડીએનએ’ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જો આ આક્રમક પ્રજાતિઓ નવા વિસ્તારોમાં ફેલાઈ જશે તો તેને નિયંત્રિત કરવી અત્યંત મુશ્કેલ બની જશે.

Ad