Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Gujarat › ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા સરળ બનાવાઈ, હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા સરળ બનાવાઈ, હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

By Rajshree V August 4, 2026 Gujarat
Share:
ગુજરાત પોલીસે પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા સરળ બનાવી છે. હવે અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. પોલીસ માત્ર નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસ જ તપાસશે, સરનામાની ચકાસણી નહીં કરે. શંકાસ્પદ કેસમાં જ પોલીસ અરજદારના ઘરે જશે, પરંતુ સ્ટેશન બોલાવી શકશે નહીં. DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કડક પાલનનો આદેશ આપ્યો છે, જેથી નાગરિકોને પારદર્શક સેવા મળે.

Gujarat Simplifies Passport Verification Process: નાગરિકો માટે પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા વધુ પારદર્શક, સરળ અને સુગમ બનાવવા માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.

પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરૂર નથી

પાસપોર્ટ વેરિફિકેશનની વહીવટી પ્રક્રિયામાં કેટલાક મોટા સુધારા કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ વેરિફિકેશન દરમિયાન હવે માત્ર અરજદારની નાગરિકતા (Citizenship) અને તેનો કોઈ ગુનાઈત પૂર્વ ઈતિહાસ (Criminal Record) છે કે નહીં, તે બાબતની જ ચકાસણી કરવાની રહેશે. પોલીસે પાસપોર્ટ અરજદારોના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ પ્રક્રિયા દરમિયાન અરજદારને રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની પણ આવશ્યકતા નથી.

જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ કર્મચારીએ અરજદારના રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે, આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવી શકાશે નહીં.

આદેશનું કડક પાલન કરવા રાજ્ય પોલીસ વડાની સૂચના

Ad