Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Gujarat › અમદાવાદનું ટ્રાફિક માથાનો દુઃખાવો : 29.05 લાખ વાહનો સાથે દેશના ટોપ-10 જિલ્લાઓમાં સામેલ

અમદાવાદનું ટ્રાફિક માથાનો દુઃખાવો : 29.05 લાખ વાહનો સાથે દેશના ટોપ-10 જિલ્લાઓમાં સામેલ

By Rajshree V August 7, 2026 Gujarat
Share:

Ahmedabad Traffic: અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં અપ્રતિમ વધારો નોંધાયો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બની રહી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સક્રિય વાહનોની કુલ સંખ્યા વધીને 29,05,265 થઈ ગઈ છે. દેશમાં સૌથી વધુ વાહનો ધરાવતા જિલ્લાઓની યાદીમાં અમદાવાદ હવે ‘ટોપ-10’માં સ્થાન પામ્યું છે.

અમદાવાદ ઈસ્ટમાં 9.14 લાખથી વધુ વાહનો

રોડ પર દોડતા કુલ 29.05 લાખ વાહનોમાંથી માત્ર અમદાવાદ ઈસ્ટ (પૂર્વ વિસ્તાર)માં જ 9,14,743 વાહનો નોંધાયેલા છે. હાલના સમયમાં મોટાભાગના પરિવારોમાં એક કરતાં વધુ વાહનો હોવાના કારણે રસ્તાઓ પર વાહનોનું ભારણ વધી ગયું છે અને ટ્રાફિકની સમસ્યા ફૂંફાડા મારી રહી છે.

દેશના ટોપ-7 જિલ્લાઓ જ્યાં સૌથી વધુ વાહનો છે

દેશના જે જિલ્લામાં સૌથી વધુ વાહનો દોડી રહ્યા છે તેમાં બેંગાલુરુ 73.24 લાખ સાથે મોખરે, પૂણે 44.26 લાખ સાથે બીજા, ચેન્નાઈ 31.48 લાખ સાથે ત્રીજા, જયપુર 27.24 લાખ સાથે ચોથા, થાણે 27.21 લાખ સાથે પાંચમાં, મુંબઈ સબઅર્બન 23.58 લાખ સાથે છઠ્ઠા જ્યારે લખનઉ 20.82 લાખ સાતમાં સ્થાને છે.

ગુજરાતના મુખ્ય શહેરોની સ્થિતિ

રાજ્ય સ્તરે વાહનોની સંખ્યામાં અમદાવાદ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. આ યાદીમાં 20,65,074 વાહનો સાથે સુરત બીજા સ્થાને, 12,72,860 વાહનો સાથે રાજકોટ ત્રીજા સ્થાને અને 11,82,756 વાહનો સાથે વડોદરા ચોથા સ્થાને આવે છે.

Ad